PM Modis mother Hiraba Check dam named : ગુજરાતના રાજોક શહેરના બહારના વિસ્તારમાં બની રહેલા એક ચેક ડેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા હીરાબાના નામ પર રાખવામાં આવશે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે રાજકોટ – કાલાવાડ રોડ પર વાગુદાદ ગામની પાસે ન્યારી નદીની નીચેના ભાગે ગિર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વાર 15 લાખ રૂપિયાના ખર્ચે એક ચેક ડેમ બનવા જઇ રહ્યો છે. સ્થાનિક એમએલએ દર્શિતા શાહ અને રાજકોટના મેયર પ્રદીપ દાવાની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
હીરાબા સ્મૃતિ સરોવર રાખવામાં આવ્યું ડેમનું નામ
કાર્યક્રમમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ચેક ડેમનું ના હીરાબા સ્મૃતિ સરોવર રાખવાનો નિર્ણય કર્યો છે. કારણ કે તેમને હંમેશા યાદ કરી શકાય.” ધારાસભ્યએ જણાવ્યું હતું કે, હીરા બાના મોત બાદ પણ તેમની સાદગી નવી પેઢીને પ્રેરિત કરશે.
ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના દાનદાતાઓની આર્થિક મદદથી છેલ્લા ચાર મહિનામાં 75 ચેક ડેમ બનાવ્યા છે. તેમણે કહ્યું કે નવીનતમ બંધનું કામ બે સપ્તાહમાં પુરૂ થઈ જશે. જેની ક્ષમતા લગભગ 2.5 કરોડ લીટર પાણી જમા કરવાની હશે.
આ પણ વાંચોઃ- Fire in Ahmedabad : અમદાવાદના શાહીબાગના ફ્લેટમાં ભીષણ આગ, કિશોરીનું મોત, પરિવારના ચાર સભ્યોનો બચાવ
400 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોંળો છે બંધ
આ સાથે આ ડેમ વિશે જણાવવામાં આવ્યું હતું કે આ ડેમ 400 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો હશે. એકવાર ભરાઈ ગયા પછી તે નવ મહિના સુધી સૂકો રહેશે નહીં. તે ભૂગર્ભ જળને રિચાર્જ કરશે અને આસપાસના ગામોના ખેડૂતો અને પશુપાલકોને મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતના ગાંધીનગરમાં 60 મીટર લાંબા રોડનું નામ બદલીને ‘પૂજ્ય હીરા માર્ગ’ રાખવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું ગત વર્ષે 30 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. હીરા બાએ 100 વર્ષની વયે અમદાવાદ, ગુજરાતની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.