/indian-express-gujarati/media/media_files/2026/01/09/pm-modi-ahmedabad-program-2026-01-09-17-56-03.jpg)
પીએમ નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. Photograph: (સોશિયલ મીડિયા)
PM Modi Gujarat Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.
સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી "સોમનાથ સ્વાભિમાન પર્વ" ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો "શૌર્ય યાત્રા" નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન પણ કરશે.
પીએમ નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે, રાત્રે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, PM મોદી રાત્રી રોકાણ સોમનાથમાં રહેશે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ
- 11 જાન્યુઆરીએ 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે
- 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે
- 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે
- સોમનાથ બાદ રાજકોટમાં કાર્યક્રમમાં હાજર રહશે
- 2 વાગ્યે રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવશે, ત્યાર બાદ રાજકોટથી અમદાવાદ આવશે પીએમ મોદી,
- પીએમ સાંજે 5:15 કલાકે મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન,
- PM રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે
પીએમ મોદીનો 12 જાન્યુઆરીનો કાર્યક્રમ
- 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે કરશે મુલાકાત
- 9:30 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
- 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે
- સવારે 11:15 કલાકે મહાત્મા મંદિર આવશે પીએમ મોદી
- મહાત્મા મંદિર ખાતે દ્વિ-પક્ષીય મુલાકાતો થશે.
10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે
આ અંગે માહિતી આપતા રાજ્યમંત્રી જીતુ વાઘાણીએ બુધવારે જણાવ્યું હતું કે, "મોદી 10 જાન્યુઆરીની સાંજે "સોમનાથ સ્વાભિમાન પર્વ" ના ભાગ રૂપે વેરાવળ નજીક સોમનાથ મંદિર પહોંચશે. પહોંચ્યા પછી પ્રધાનમંત્રી મંદિર સંકુલમાં આયોજિત ડ્રોન શોમાં ભાગ લેશે અને સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે.
15 વર્ષ પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેચ રમશે
વાઘાણીએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 11 જાન્યુઆરીએ મંદિરમાં પૂજા કરશે અને મંદિરની નજીક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માળા અર્પણ કરશે. આ પછી બપોરે તેઓ 108 ઘોડાઓ સાથે ભવ્ય 'શૌર્ય યાત્રા'નું નેતૃત્વ કરીને જાહેર સંબોધન સ્થળ પહોંચશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us