જામકંડોરણામાં પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે મને અપશબ્દો કહેવાનું કામ આઉટસોર્સ કરી દીધું છે

PM Narendra Modi Gujarat visit : જામકંડોરણામાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ ભાજપા કાર્યકર્તાઓ અને સમર્થકોને કોંગ્રેસ પ્રત્યે જાગૃત રહેવાની ચેતવણી આપતા કહ્યું કે કોંગ્રેસે તેમને ગાળો આપવાનું બંધ કરી દીધું છે અને તે ગ્રામીણ વોટ મેળવવા માટે ચુપચાપ કામ કરી રહી છે

Written by Ashish Goyal
October 11, 2022 18:05 IST
જામકંડોરણામાં પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે મને અપશબ્દો કહેવાનું કામ આઉટસોર્સ કરી દીધું છે
જામકંડોરણામાં એક રેલી દરમિયાન પીએમ મોદી (તસવીર - નરેન્દ્ર મોદી ટ્વિટર)

PM Narendra Modi Gujarat visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના જામકંડોરણામાં રેલી કરી હતી. આ દરમિયાન તેમના નિશાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્ને દળો રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે તેમને ગાળો આપવાનું કામ આઉટસોર્સ કર્યું છે અને હવે આ કામ બીજાને આપી દેવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ચુપચાપ પોતાનું કામ કરી રહી છે.

કોંગ્રેસે તેમને ગાળો આપવાનું બંધ કરી દીધું છે- પીએમ મોદી

જામકંડોરણામાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ ભાજપા કાર્યકર્તાઓ અને સમર્થકોને કોંગ્રેસ પ્રત્યે જાગૃત રહેવાની ચેતવણી આપતા કહ્યું કે કોંગ્રેસે તેમને ગાળો આપવાનું બંધ કરી દીધું છે અને તે ગ્રામીણ વોટ મેળવવા માટે ચુપચાપ કામ કરી રહી છે. પીએમે કહ્યું કે છેલ્લા 20 વર્ષોમાં જે લોકો ગુજરાતની વિરુદ્ધ હતા તેમણે રાજ્યને બદનામ કરવાની કોઇ કસર છોડી નથી. તેમણે મને મોત કા સોદાગર કહેવા સહિત મનપસંદ ગાળો આપી હતી.

પીએમ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે તે (કોંગ્રેસ) અચાનક ચુપ થઇ ગયા છે. તેમને હંગામો કરવાનો, શોર મચાવવાનો અને મને ગાળો આપવાનો ઠેકો બીજાને (આમ આદમી પાર્ટી) આઉટસોર્સ કરી દીધો છે. પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે તે ચુપચાપ ગામમાં જઈ રહ્યા છે અને લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે.

આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણી ગુજરાતમાં તો રાજકિય દંગલ દિલ્હીમાં

કોંગ્રેસની ચાલને ઓળખવાની જરૂર છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તે નવી ચાલનો ઉપયોગ કરી રહ્યા છે. તેમની ચાલને ઓળખવાની જરૂર છે. તમે જોયું હશે કે કોંગ્રેસ આ વખત કોઇ બેઠક કે પ્રેસ કોન્ફરન્સ કરી રહી નથી. જો આવું થાય છે તો પણ તે મોદી પર પ્રહાર પણ કરી રહ્યા છે અને અપશબ્દોનો ઉપયોગ પણ કરી રહ્યા નથી. તેનું કારણ એ છે કે તેમણે એક નવી ટેકનિક અપનાવી છે. કશું બોલ્યા ચાલ્યા વગર ખાટલા બેઠક કરી રહ્યા છે. તે પોતાના કાર્યકર્તાઓને ગામમાં મોકલી રહ્યા છે અને પોતાના માટે વોટ માંગી રહ્યા છે.

પીએમ મોદીએ લોકોને કહ્યું કે કોંગ્રેસ નેતાઓને પૂછો કે શું તે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં ગુજરાતમાં બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા હતા? પીએમ મોદીએ કહ્યું કે જે લોકો સરદાર પટેલનું સન્માન નથી કરતા તેમને ગુજરાતમાં કોઇ સ્થાન ન મળવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ