અમદાવાદની શાળામાં 'ઝેરી બદલો', ઝઘડા પછી વિદ્યાર્થીએ સહાધ્યાયીની પાણીની બોટલમાં કેમિકલ નાંખ્યું

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ ચાર દિવસ પહેલા દુર્ગા સ્કૂલમાં બનેલી ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, "થોડા દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ ચાર દિવસ પહેલા દુર્ગા સ્કૂલમાં બનેલી ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, "થોડા દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

author-image
Rakesh Parmar
New Update
Durga School Maninagar

આ ઘટનાએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. Photograph: (પ્રતિકાત્મક તસવીર - Freepik)

અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઝઘડા બાદ એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના સહાધ્યાયીની પાણીની બોટલમાં કેમિકલ ટેબ્લેટ ભેળવી દીધી. કેમિકલ યુક્ત પાણી પીધા પછી વિદ્યાર્થી બીમાર પડી ગયો. આ ઘટનાએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Advertisment

ટીઓઆઈના એક અહેવાલ મુજબ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ ચાર દિવસ પહેલા દુર્ગા સ્કૂલમાં બનેલી ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, "થોડા દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક વિદ્યાર્થીએ કથિત રીતે બદલો લેવા માટે બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ વાળી ટેબ્લેટ ભેળવી દીધી હતી જ્યારે બોટલ વર્ગખંડમાં હતી."

કેમિકલથી અજાણ અસરગ્રસ્ત વિદ્યાર્થીએ થોડું પાણી પીધું પરંતુ જ્યારે તેને એક વિચિત્ર ગંધ આવી ત્યારે તેણે પીવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી બાળકને ઉલટી થવા લાગી. શિક્ષકોએ તરત જ શાળા મેનેજમેન્ટને જાણ કરી અને વિદ્યાર્થીની સારવાર કરવામાં આવી.

ઘટના CCTV ફૂટેજમાં કેદ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા મેનેજમેન્ટે કેમ્પસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. અધિકારીઓએ જણાવ્યું કે ફૂટેજમાં એક વિદ્યાર્થી પાણીની બોટલમાં ટેબ્લેટ ભેળવતો દેખાય છે. બંને વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના માતા-પિતાને પણ શાળામાં બોલાવવામાં આવ્યા હતા.

Advertisment

વિદ્યાર્થીના માતા-પિતાએ મામલો શાંતિથી ઉકેલ્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિદ્યાર્થીની સ્થિતિ સ્થિર છે અને વધુ કોઈ મોટી તબીબી ગૂંચવણો નથી. બંને વિદ્યાર્થીઓના માતા-પિતાએ મામલો શાંતિથી ઉકેલ્યો છે અને પોલીસ ફરિયાદ ના નોંધાવવાનો નિર્ણય લીધો છે. જોકે શાળાના ટ્રસ્ટી એચ.એન. પટેલ અને આચાર્ય કેતન શાહે આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી ન હતી.

તમને જણાવી દઈએ કેસ, જાન્યુઆરીમાં ઘાટલોડિયામાં નેશનલ સ્કૂલની બહાર દસમા ધોરણના વિદ્યાર્થી પર ટોળાએ હુમલો કર્યો હતો. સપ્ટેમ્બર 2025માં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલની બહાર થયેલા જીવલેણ હુમલાથી વિદ્યાર્થીઓના વર્તન અને દેખરેખ પર પ્રશ્નો ઉભા થયા હતા.

ગુજરાત અમદાવાદ