પાલતું કુતરાનો નખ વાગતાં PI એ જીવ ગુમાવ્યો, આ ખાસ વાતોનું રાખો ધ્યાન નહીં તો…પસ્તાશો

અમદાવાદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના પાલતુ કૂતરાના નખ વાગી જવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમને રેબીઝ થયો હતો અને પાંચ દિવસની સારવાર પછી તેમનું મૃત્યુ થયું.

Written by Rakesh Parmar
Ahmedabad September 23, 2025 18:35 IST
પાલતું કુતરાનો નખ વાગતાં PI એ જીવ ગુમાવ્યો, આ ખાસ વાતોનું રાખો ધ્યાન નહીં તો…પસ્તાશો
મૃતક ઇન્સ્પેક્ટર માંઝરિયા મૂળ રાજ્યના અમરેલી જિલ્લાના વતની હતા. (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના પાલતુ કૂતરાના નખ વાગી જવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમને રેબીઝ થયો હતો અને પાંચ દિવસની સારવાર પછી તેમનું મૃત્યુ થયું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને કૂતરાના કરડવાથી રેબીઝ થયો ન હતો પરંતુ પાલતુ કૂતરાના નખ કાપતા હતા અને આ દરમિયાન તેમને કૂતરાના નખ વાગી ગયા, જેના કારણે તેમનો જીવન ગયો. મૃતક અધિકારીનું નામ વનરાજ માંઝરિયા છે, જે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા.

મૃતક ઇન્સ્પેક્ટર પાસે એક જર્મન શેફર્ડ કૂતરો હતો, જેના પંજાના નખ તેમને ગયા અઠવાડિયે વાગી ગયા હતા. તેમણે તેના કૂતરાને તમામ પ્રકારની વેક્સિનો અપાવી હતી, માટે જ્યારે તેમને ડોગીના નખ વાગ્યા તો તેમણે તેને હળવાશથી લીધુ અને ચિંતા કરી નહીં, અને એવું વિચાર્યું કે કૂતરો કરડ્યો નથી માત્ર નખ વાગ્યો છે. માટે તેઓ ડોક્ટર પાસે ગયા નહીં અને ન તો એંટી રોબીઝ વેક્સીન લીધી.

જોકે ઘટનાના થોડા દિવસો પછી જ્યારે તેમની તબિયત અચાનક બગડી ગઈ અને તેમને હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા, ત્યારે તેમના પરિવારે તેમને શહેરની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક કેડી હોસ્પિટલમાં લઈ ગયા. પાંચ દિવસ સુધી તેમની સારવાર કરવામાં આવી પરંતુ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં. રવિવારે રાત્રે તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ અને સોમવારે સવારે તેમનું અવસાન થયું, જેના કારણે તેમના પરિવાર અને સમગ્ર પોલીસ વિભાગ શોકમાં ડૂબી ગયો.

આ પણ વાંચો: અમદાવાદમાં પાલતુ કૂતરાના ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ઇન્સ્પેક્ટર માંઝરિયા મૂળ રાજ્યના અમરેલી જિલ્લાના વતની હતા. તેઓ લગભગ 24 વર્ષ પહેલાં 2001માં પોલીસ વિભાગમાં SI તરીકે જોડાયા હતા. તેઓ હાલમાં અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં વહીવટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતા.

નિષ્ણાતો કહે છે કે હડકવાના વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીના લાળમાં રહે છે. જ્યારે કોઈ પ્રાણી કોઈને કરડે છે ત્યારે વાયરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને ચેતાતંત્ર (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ) પર હુમલો કરે છે. પછી તે મગજ અને કરોડરજ્જુમાં જાય છે. ત્યાં પહોંચવામાં 3 થી 12 અઠવાડિયા લાગે છે, આને ઇન્ક્યુબેશન સમયગાળો કહેવામાં આવે છે.

પાલતુ કૂતરા અને બિલાડીઓના હડકવાના રસીકરણનું સમયપત્રક શું હોવું જોઈએ?

પ્રથમ હડકવાની રસી ત્રણ મહિનાની ઉંમરે કુરકુરિયું અથવા બિલાડીના બચ્ચાને આપવી જોઈએ. આ પછી તેમને 1 વર્ષની અંદર બૂસ્ટર ડોઝ આપવો જરૂરી છે. WHO અને વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (VCI) ની માર્ગદર્શિકા અનુસાર, હડકવાની રસીની માન્યતા ફક્ત એક વર્ષ માટે માનવામાં આવે છે. આ પછી પાલતુ જાનવરને નવો ડોઝ આપવો જરૂરી છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખો છો, તો તમે પાલતુ પ્રાણીને સુરક્ષિત રાખી શકો છો.

આ પણ વાંચો: હડકવા અંગે WHO ની માર્ગદર્શિકા, કૂતરૂં કરડ્યા પછી તરત જ આ કામ કરો

જાહેર આરોગ્ય ક્ષેત્રના ડૉક્ટર અનુસાર, જો કોઈ વ્યક્તિને પાલતું પ્રાણી કરડે છે, તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે. જો તમને કોઈ અસ્વસ્થતા ન લાગે તો ઓછામાં ઓછા 10 દિવસ સુધી પ્રાણીને નિરીક્ષણ હેઠળ રાખો. જો આ સમય દરમિયાન પ્રાણી સામાન્ય રહે છે, તો હડકવાના સંક્રમણની શક્યતા ખૂબ ઓછી છે. જોકે જો પ્રાણી મૃત્યુ પામે છે લક્ષણો દર્શાવે છે અથવા ગુમ થઈ જાય છે, તો વ્યક્તિએ સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ.

જો તમને કોઈ રખડતા પ્રાણી કરડે તો શું કરવું?

રસ્તા પર કૂતરો કે બિલાડી કરડ્યા પછી તમારે પહેલા નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. જો પ્રાણીનો મળ કે લાળ તમારી ત્વચા પર હોય તો તરત જ પાણી અને સાબુની મદદથી તે જગ્યા સાફ કરો. જો રખડતા પ્રાણીને હડકવા થયો હોય તો તમને 2 થી 10 દિવસમાં લક્ષણો દેખાવા લાગશે. તેના લક્ષણોમાં હાથ-પગ સુન્ન થઈ જવા, દુખાવો અને ધ્રુજારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાવ અથવા વર્તનમાં ફેરફાર જોવા મળે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

એકવાર હડકવો થયા પછી બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. પરંતુ સમયસર રસી અને સારવાર તેને અટકાવી શકે છે. ખાસ ધ્યાન રાખો કે જો તમે કોઈ શેરીનો કૂતરો કે પ્રાણી જુઓ જેની ક્રિયાઓ અન્ય કૂતરાઓ કરતા અલગ હોય તો તે પણ હડકવાથી પીડિત હોઈ શકે છે. ડોકટરોના મતે જો કોઈ રખડતા પ્રાણીને કોઈ ઈજા થાય અને તે તમને કરડે તો પણ સારવારમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ