પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે અક્ષરધામ એક્સપ્રેસ

pramukh swami maharaj shatabdi mahotsav : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય રેલ મંત્રી (railway minister) અશ્વિની વૈષ્ણવે (ashwini vaishnaw) ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (Gujarat Sampark Kranti Express) નું નામ હવે અક્ષરધામ એક્સપ્રેસ (Akshardham Express) રહેશે તેવી જાહેરાત કરી.

Written by Kiran Mehta
Updated : January 03, 2023 11:51 IST
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે અક્ષરધામ એક્સપ્રેસ
બિલાડાના દિવાન માધવ સિંહ દિવાન, પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેમના "પિતા-પુત્ર" અને "ગુરુ-શિષ્ય" સંબંધની વાત કરી હતી. (ફાઇલ ફોટો)

pramukh swami maharaj shatabdi mahotsav : અમદાવાદ-દિલ્હી ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે, સોમવારે અમદાવાદમાં કેન્દ્રીય રેલ્વે, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે જાહેરાત કરી હતી.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સંલગ્ન પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી સમારોહની મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, “વિશ્વભરના તમામ BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયીઓની નિઃસ્વાર્થ સેવાથી પ્રેરિત થઈને, હું સેવાનું એક નાનકડું ટોકન આપવા માંગુ છું, સમુદાય માટે. હું આ કરું છું પ્રમુખસ્વામી મહારાજના માનમાં. તેમણે કહ્યું કે, ‘ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ’ ટ્રેનનું નામ બદલીને ‘અક્ષરધામ એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે… આ ટ્રેન તેમની બે દિવ્ય રચનાઓ – અક્ષરધામ ગાંધીનગર અને અક્ષરધામ નવી દિલ્હીને જોડશે.”

પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે, ‘મહંત સ્વામી મહારાજે મને કહ્યું હતું કે, તમે જે પણ કાર્ય કરો તેમાં સેવાની ભાવના અગ્રસ્થાને રાખો. હું પ્રમુખ સ્વામી મહારાજ નગરના હજારો સ્વયંસેવકોને આ શિક્ષાને આત્મસાત કરતા જોઈ શકું છું.

‘સેલિબ્રેટિંગ ચિલ્ડ્રન્સ ડે: સેલિબ્રેટિંગ ધ ફ્યુચર’ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહાસચિવ રત્નાકરે જણાવ્યું હતું કે, “પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS એ જીવનના દરેક તબક્કે બાળકો અને વ્યક્તિઓને કેવી રીતે લાભ પહોંચાડવો તે વિશે વિચાર્યું છે.”

એપોલો હોસ્પિટલ ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ પદ્મ વિભૂષણ પ્રતાપ સી રેડ્ડીએ આ સમારોહને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન આત્માને યોગ્ય શ્રદ્ધાંજલિ આપતો ગણાવ્યો હતો.

બિલાડાના દિવાન માધવ સિંહ દિવાને પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેમના “પિતા-પુત્ર” અને “ગુરુ-શિષ્ય” સંબંધો શેર કર્યા હતા.

રાજસ્થાનના અલવર લોકસભાના સંસદસભ્ય, બાબા મસ્ત નાથ યુનિવર્સિટીના કુલપતિ અને નાથ સંપ્રદાયના 8મા આધ્યાત્મિક વડા મહંત બાલકનાથ યોગીએ જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજે સ્વતંત્ર ભારતમાં અને વિદેશમાં જે સિદ્ધિ હાંસલ કરી છે, તે ઇતિહાસમાં કોઈએ નથી કર્યું, જે ભારતે હાંસલ કર્યું છે.તેઓ આ કરવામાં સક્ષમ હતા. તેઓ ભારતીય અને હિંદુ સમાજના આધારસ્તંભ છે.

આ પણ વાંચોગુજરાતમાં શાકભાજીના ભાવ તળીયે, બમ્પર પાક, ઠંડીનું મોજુ, પાંચ-સાત વર્ષમાં આ સૌથી નીચા દર

આ પ્રસંગે શાંતિધામ આરાધના કેન્દ્રના સ્થાપક બંધુ ત્રિપુટી પૂજ્ય જિનચંદ્રજી મહારાજ અને પેજાવર મઠના પ્રમુખ વિશ્વ પ્રસન્ન તીર્થ સ્વામીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ