પ્રમુખસ્વામી મહારાજથી મહાનુભાવો પણ થયા છે પ્રભાવિત, જાણો તેમના વિશે કોણે શું કહ્યું છે

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પ્રમુખસ્વામી વિશે કયા મહાનુભાવે શું કહ્યું છે તે વિશે જણાવી રહ્યા છીએ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પ્રમુખસ્વામી વિશે કયા મહાનુભાવે શું કહ્યું છે તે વિશે જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

પ્રમુખસ્વામી મહારાજ (Pics - BAPS)

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. આ પ્રસંગે પ્રમુખસ્વામી વિશે કયા મહાનુભાવે શું કહ્યું છે તે વિશે જણાવી રહ્યા છીએ.

Advertisment
  • આજના યુગમાં સંતોષ, સહિષ્ણુતા અને નિસ્વાર્થ સેવાની પ્રેરણા આપતું શ્રેષ્ઠ ઉદાહરણ છે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ - પૂજ્ય દલાઇ લામા, બૌદ્ધ ધર્મગુરુ
  • મારા પરના પ્રમુખસ્વામીજીના પ્રભાવનો સરવાળો હું કેવી રીતે માંડી શકું ? સાચા અર્થમાં એમણે મારું પરિવર્તન કરી નાખ્યું છે. તેઓ મારા જીવનના આધ્યાત્મિક આરોહણની સૌથી ઊંચી અને અંતિમ મંઝિલ છે, જે આરોહણ મારા પિતાથી શરૂ થયું હતું, જેને ડૉ. બ્રહ્મપ્રકાશ અને સતીષ ધવને પોષ્યું હતું અને હવે આખરે પ્રમુખસ્વામીજીએ ભગવાનની લગોલગના પથ પર મને મૂકી દીધો છે - ડો. એપીજી અબ્દુલ કલામ, ભારતીય વૈજ્ઞાનિક
  • પ્રમુખસ્વામી મહારાજ જંગમ નારાયણ છે, સંતરત્ન છે. એમનું તેજસ્વી વ્યક્તિત્વ નીતિમય આદર્શ જીવનનાં દિવ્ય અજવાળા પાથરે છે. પૂજ્ય સ્વામી ચિદાનંદજી મહારાજ (દિવ્યજીવન સંઘ)
Advertisment
  • બુદ્ધ અને તીર્થકર, રામ અને કૃષ્ણ વગેરે સંતો-અવતારોએ ભારતને સંવર્ધિત કર્યું છે. આ યુગમાં ભગવાનની કૃપાથી એવા મહાપુરુષ મળ્યા છે પ્રમુખસ્વામી મહારાજ. - પૂજ્ય જૈનાચાર્ય સુશીલમુનિજી

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી અને મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

  • શાસ્ત્રોની જટામાં બંધાયેલી ભારતીય સંસ્કૃતિની ગંગાને સમગ્ર વિશ્વમાં પ્રવાહિત કરનારા પ્રમુખસ્વામી મહારાજ આધુનિક યુગના નુતન ભગીરથ છે. પૂજ્ય સ્વામી વિશ્વેશતીર્થજી મહારાજ (મધ્વાચાર્ય)
  • પ્રમુખસ્વામી મહારાજની વિનમ્રતા અને જીવ પ્રાણીમાત્ર પ્રત્યેની સહાનુભૂતિ મને હૃદયમાં સ્પર્શી ગઈ છે. - પ્રિન્સ ચાર્લ્સ (બ્રિટિશ રાજવી, યુકે)
  • પ્રમુખસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન શાંતિ, સંવાદિતા અને સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે. મને તેમનામાંથી ઉંડી પ્રેરણા મળી છે. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • પ્રમુખસ્વામી મહારાજની આંખો મને શુદ્ધ ભાવનાથી છલકાતી દેખાય છે. પ્રમુખસ્વામી મહારાજમાં એક એવી વ્યક્તિ મેં જોઇ છે જે રાગ દ્વેષથી પર છે. - બિલ ક્લિન્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ
  • પ્રમુખસ્વામી આ દેશના મહાન આધ્યાત્મિક નેતા છે. હું એમને ઘણી વાર મળ્યો છું અને દરેક વખતે મને વિશેષ શાંતિનો અનુભવ થયો છે. - ડો. ચિદમ્બરમ, અણુવિજ્ઞાની.
અમદાવાદ ગુજરાત ધર્મ ભક્તિ