પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉજવણી માટે સ્વંયસેવકોમાં ગૃહિણીઓથી લઇ આઇટી વ્યાવસાયિકો સામેલ, સંપ્રદાય એ જ સેવા

BAPS shtabdi mahotsav: 600 એકરમાં નિર્માણ પામેલી પ્રમુખ સ્વામીની નગરીમાં આશરે 15 હજાર જેટલા સ્વંયસેવકો કાર્યરત છે. જેમાં ચિકિત્સા, આઇટી તેમજ શિક્ષકથી લઇને વેપારીઓ, ગૃહિણીઓ સહિતનો સામેલ છે.

Written by mansi bhuva
Updated : December 23, 2022 10:33 IST
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉજવણી માટે સ્વંયસેવકોમાં ગૃહિણીઓથી લઇ આઇટી વ્યાવસાયિકો સામેલ, સંપ્રદાય એ જ સેવા
પ્રમુખ સ્વામી મહારાજ ફાઇલ તસવીર

રીતુ શર્મા: અમદાવાદ ખાતે હાલ ‘પ્રમુખ સ્વામી મહારાજ શતાપ્દી મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઇ રહી છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકરમાં ભવ્ય ‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરાયું છે. જેમાં પ્રતિદિન પ્રમુખ સ્વામીના સિદ્ધાંતો, તેમના વિચારો તેમજ સંદેશો વગેરે પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારે આ નગરીની મુલાકાતે દૈનિક બહોળી સંખ્યામાં લોકો આવે છે. આવામાં આજે આ નગરીનો આધારસ્તંભ સ્વંયસેવકોની વિશેષતા અંગે વાત કરવી છે.

600 એકરમાં નિર્માણ પામેલી પ્રમુખ સ્વામીની નગરીમાં આશરે 15 હજાર જેટલા સ્વંયસેવકો કાર્યરત છે. જેમાં ચિકિત્સા, આઇટી તેમજ શિક્ષકથી લઇને વેપારીઓ, ગૃહિણીઓ સહિતનો સામેલ છે. જેઓ પ્રતિદિન સરેરાશ 50,000થી વધુ મુલાકાતીઓની ધ્યાન રાખે છે.

આ પણ વાંચો: Coronavirus BF.7: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 6 કેસ નોંધાયા, કોવિડ-19ના નવા વેરિએન્ટ બીએફ 7ની આશંકા

મુંબઇની 41 વર્ષીય નમ્રતા શાહ જેમણે સેવા કરવા માટે તેના બે કિશોર પુત્રો સાથે એક વર્ષ માટે ટ્યૂશન છોડી દીધું હતું. જે અંગે શાહે જણાવ્યું કે, તેઓ સ્કૂલના વિધાર્થીઓને ટ્યૂશન આપી પ્રતિ માસ 10 હજાર રૂપિયાની આવક કરી લે છે. પરંતુ ટ્યૂશન લેવાનું બંધ તેને સંપ્રદાયની સેવા કરવા માટે કર્યું છે.

એક મહિલા સ્વંયસેવક સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે, નગરી જોવા આવતા મુલાકાતીઓ માટે રોટીઓ બનાવવા માટે 24 મશીન મુકવામાં આવ્યાં છે. આ મશીનમાં 1 કલાકમાં 2 હજાર રોટલીઓ બને છે. આ સાથે તેણે જણાવ્યું કે, રસોઇ વિભાગમાં લગભગ 5,000 પુરૂષ અને 6,000 સ્ત્રીઓ સેવા આપે છે. જે એક દિવસમાં 80 હજારથી વધુ સ્વંયસેવકો અને હજારો મહેમાનો પ્રવાસીઓ માટે ભોજન તૈયાર કરે છે.

વધુમાં મહિલા સ્વંયસેવકે જણાવ્યું કે, સંપૂર્ણ રસોઇ લાકડાથી તૈયાર કરેલા થર્મો બોયલર પર પકાવવામાં આવે છે. જેની ક્ષમતા 2 કલાકમાં 50 હજાર લોકો માટે ભોજન તૈયાર કરવાની છે. આ થર્મો બોયલરની વિશેષતા એ છે કે, રસોઇમાં ગર્મી કે ધુમાડો નહીં થતો.

રાજકોટની એક હોસ્પિટલમાં લેબ અને ફાર્મસી સ્ટોપરનું સંચાલન કરનાર 42 વર્ષીય સુનીલ જોટાંગિયા પણ સેવા આપી રહ્યા છે. જેની સવાર 6 વાગ્યેથી થઇ જાય છે. તેઓ નિરંતર 10થી 12 કલાક સુધી પ્રમુખ સ્વામીનગરીમાં સેવા આપે છે.

15 નવેમ્બરથી 18 જાન્યુઆરી સુધી પ્રમુખ સ્વામી નગરીમાં તૈનાત સુનીલ જોટાંગિયા સ્વૈચ્છિકપણે સેવા આપી રહી છે. સુનીલ જોટાંગિયા સાથે તેમની પત્ની અને પુત્ર પણ ‘સેવાધર્મ એ જ પરમઘર્મ’માં વિશ્વાસ ધરાવે છે. જે અંતર્ગત તે પણ સેવા આપી રહ્યા છે.

સુનીલ જોટાંગિયા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, જે પ્રકારે ઉત્સવની તૈયારીઓ 1 વર્ષથી ચાલી રહી હતી, એ જ રીતે હું પણ એક વિકલ્પ માટે યોજના ઘડી રહ્યો છું, જે મારા કાર્યભારને સંભાળશે.

તમને જણાવી દઇએ કે, રસોઇ વિભાગમાં સબ્જિયોની છાલ ઉતારવા તથા કાપવા માટે 100 વિવિધ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેને પગલે માત્ર 2 કલાકમાં 50 હજાર લોકો માટે સબ્જી તૈયાર થઇ જાય છે.

આ ઉપરાંત એક કલાકમાં સ્વંયસેવકો આઠ ટન સ્વામીનારાયણ ખિચડી પીરસે છે. તેમજ પાંચ બેચોંમાં 40 ટન ખિચડી બનાવવામાં આવે છે. લગભગ એક વાસણમાં 4 હજાર લોકો માટે ખિચડી બને છે.

રસોઇ વિભાગમાં અમદાવાદના 60 વર્ષીય વેપારી હિતેન્દ્ર જાડેજા નવેમ્બર માંસથી ઉત્સવમાં સ્વૈચ્છિકપણ યોગદાન આપી રહ્યા છે. હિતેન્દ્ર જાડેજા રાજકોટ અને વડોદરામાં એક વોટરપાર્ક અને મનોરંજન પાર્કનું સંચાલન કરે છે.

તમને જણાવી દઇએ કે, પ્રમુખ સ્વામી નગરમાં 325 એકર ભૂમિ પર 65 પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 1300 બસો, 26 કાર, 1,250 માલવાહક વાહનો, 13,000 ટૂ વ્હિલર સહિત કુલ 41,725 વાહનો પાર્ક થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ