Flower Show Ahmedabad 2025: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025 નો 3 જાન્યુઆરીથી શુભારંભ થઈ ગયો છે. આ ફ્લાવર શૉ માં 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ સ્કલ્પચર્સ મુકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લો રહેવાનો હતો પરંતુ જાહેર જનતા માટે તેને વધુ બે દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. જે બાદ બાદ હવે ફ્લાવર શો 24 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ત્યાં જ 23 અને 24 જાન્યુઆરીએ સવારે 7 થી 8 કલાક દરમિયાન શહેરીજનો પ્રિ-વેડિંગ શૂટિંગ પણ કરી શકશે.
23-24 જાન્યુઆરીએ ફ્લાવરશોમાં સવારે પ્રિ વેડિંગ શૂટિંગ કરી શકાશે
તમને જણાવી દઈએ કે, 3 જાન્યુઆરીથી શરુ થયેલ ફલાવર શો માં અત્યાર સુધીમાં 3.50 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂકયા છે. ત્યાં જ 23 અને 24 જાન્યુઆરીએ સવારે 7 થી 8 કલાક દરમિયાન શહેરીજનો પ્રિ-વેડિંગ શૂટિંગ કરી શકશે. આ માટે AMC કપલ પાસે રુપિયા 25 હજારનો ચાર્જ વસૂલાશે. વેબ સિરીઝ, મૂવી ઉપરાંત જાહેરાતના શૂટીંગ માટે આ બે દિવસ દરમિયાન સાંજે 6 થી 9 એમ ત્રણ કલાકનો સમય ફાળવાશે. આ માટે રુપિયા એક લાખ AMC તંત્રને ચૂકવવાના રહેશે. મુલાકાતીઓ માટે સમય સવારના 9.30 કલાકથી રાતના 10.30 કલાક સુધીનો રહેશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ કે, ફલાવર શો ને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે આ શો લંબાવવા નિર્ણય કરવામા આવ્યો છે. 22 અને 23 જાન્યુઆરીના રોજ સવારે 7 થી 8 એમ એક કલાકનો સ્લોટ પ્રિ-વેડિંગ માટે આપવામા આવશે. આ માટે 11 જાન્યુઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વેબસાઈટ ઉપરથી બુકીંગ શરુ કરવામાં આવશે.
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં જોવા મળી દીપડાની જોડી, પર્યાવરણ પ્રેમીએ ક્લિક કરી અદ્ભુત તસવીરો
અમદાવાદ ફ્લાવર શો માં પ્રિ-વેડિંગ, વેબસિરીઝ, મૂવી, જાહેરાતના શૂટીંગનો સમય
- પ્રિ-વેડિંગ શૂટીંગ સમયે વધુમા વધુ દસ વ્યકિતઓને પ્રવેશ આપવામા આવશે.
- 22 જાન્યુઆરીએ પ્રીમીયમ ટાઈમ સ્લોટ સવારે 8 થી 9 કલાક અને રાત્રે 10.30 થી 11.30 કલાક સુધીનો રહેશે.
- 23 અને 24 જાન્યુઆરીએ મુલાકાતીઓ માટે સવારના સવારના 9.30 કલાકથી સાંજના 5.30 કલાક સુધીનો સમય રહેશે.
- વેબસિરીઝ, મૂવી, જાહેરાતના શૂટીંગ માટે સાંજના 6 થી રાત્રિના 12 કલાક સુધીનો સમય રહેશે.
અમદાવાદ ફ્લાવર શો માં નકલી ટિકિટો મળી
અમદાવાદ ફ્લાવર શોમાં અનેક લોકો પાસેથી નકલી ટિકિટો મળી આવી છે. 70 રૂપિયાના દરની 27 તેમજ 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે, જે અસલી ટિકિટ જેવી દેખાય છે. આમ ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી કુલ 52 નકલી ટિકિટ મળી આવી છે. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ અમદાવાદ ફ્લાવર શો પણ નકલી ટિકિટની ઝપેટમાં આવી ગયો છે અને કેટલાક લોકોએ નકલી ટિકિટોનું વેચાણ કરીને અમદાવાદ કોર્પોરેશનને 4390 રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.