PM Modi Mother Passes away: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે 3.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલના બિછાને નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા છેલ્લા બે દિવસથી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા અને આશરે દોઢ કલાક જેટલો સમય હોસ્પિટલમાં પસાર કર્યો હતો.
હીરાબાના નિધન અંગે હોસ્પિટલે બુલેટિન જાહેર કર્યું

મળતી માહિતી પ્રમાણે યુએન મેહતા હોસ્પિટલ દ્વારા જાહેર કરેલા બુલેટિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન અંગે જાણ કારી આપી હતી. હોસ્પિટલના સત્તાવાર બલેટિનમાં જણાવ્યા પ્રમાણે શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે 3.30 વાગ્યે હીરાબા મોદીનું નિધન થયું હતું.
માતા હીરાબાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્ટીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
હીરાબાની તસવીર શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “શાનદાર શતાબ્દીના ઈશ્વર ચરણોમાં વિરામ.. મામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિની અનુભૂતી કરી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીના પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિતી રહ્યું છે.”
આ પણ વાંચોઃ- PM Modi Mother Heeraba Death: માતા હીરાબાએ વડાપ્રધાન મોદીને શું આપી હતી અંતિમ સલાહ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રા ગાડીમાં બેઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાને કાંધ આપીને પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રા ગાડીમાં બેઠા હતા. સ્મશાનગૃહમાં પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ માતાના પાર્થિવ દેહને ઘી લગાડીને તેમને મુખાગ્ની આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન થયો હતો.