જામનગર : પ્રિન્સિપાલે સગીરા વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, ધમકી પણ આપતો હતો

Jamnagar : ધોરણ 11માં ફોર્મ ભરવા આવેલી સગીરા સાથે પ્રિન્સિપાલ મનીષ બુચે તેની ઓફિસમાં જ દુષ્કર્મ આચર્યું હતું. આ પછી તે અવારનવાર સગીરાને ધમકી આપી પોતાના ઘરે પણ દુષ્કર્મમાં આચરતો હતો, આ ઘટના 2015માં બની હતી અને હવે આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાઇ છે

Jamnagar : ધોરણ 11માં ફોર્મ ભરવા આવેલી સગીરા સાથે પ્રિન્સિપાલ મનીષ બુચે તેની ઓફિસમાં જ દુષ્કર્મ આચર્યું હતું. આ પછી તે અવારનવાર સગીરાને ધમકી આપી પોતાના ઘરે પણ દુષ્કર્મમાં આચરતો હતો, આ ઘટના 2015માં બની હતી અને હવે આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાઇ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Jamnagar News

સમગ્ર મામલે જામનગર સીટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે

જામનગર શહેરની એક નામાંકિત સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બુજાવી ચૂકેલા અને હાલ જામનગરની ભાગોળે આવેલા લાખાબાવળ ખાતે એક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીક ફરજ બજાવતા મનીષ બુચે શિક્ષણ જગતને કલંકિત કર્યું છે. પ્રિન્સિપાલ પર સગીરા વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના 2015માં બની હતી અને હવે આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Advertisment

વર્ષ 2015માં શહેરની એક સ્કૂલમાં ધોરણ 11માં ફોર્મ ભરવા આવેલી સગીરા સાથે પ્રિન્સિપાલ મનીષ બુચે તેની ઓફિસમાં જ દુષ્કર્મ આચર્યું હતું. આ પછી તે અવારનવાર સગીરાને ધમકી આપી અને પોતાના ઘરે પણ દુષ્કર્મમાં આચરતો હતો. સમગ્ર મામલે જામનગર સીટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી મનીષ બુચને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો - રાજુલામાં બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો, લોકોએ હાશકારો અનુભવ્યો

પ્રિન્સિપાલ મનીષ બુચ સગીરાને તેની માતાની નોકરી જશે અને તેના ભાઈ-બહેનનો અભ્યાસ પણ અટકી જશે તેવી ધમકી આપતો હતો. યુવતીના નગ્ન ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપતો હતો.

Advertisment

પ્રિન્સિપાલ મનીષ બુચની જાળમાં ફસાયેલી સગીરાએ આખરે પોતાના પરિવારજનો સમક્ષ સમગ્ર વાત કરતા પરિવારજનોએ જામનગરના સીટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટી બી ડિવિઝનના પીઆઇ પીડી વાઘેલાએ જણાવ્યું હતું કે ગઈકાલે સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે અનુસંધાને હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને પ્રિન્સિપાલની શોધખોળ શરુ કરી છે.

ઘટના બની ત્યારે વિદ્યાર્થીને સગીર વયની હતી અને તે સમયે વિદ્યાર્થીની મૌન રહી હતી. ફરિયાદના અનુસંધાને પોલીસે પોકસો તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

(ઇનપુટ - મનસુખ સોલંકી, જામનગર )

ક્રાઇમ ન્યૂઝ ગુજરાત ગુજરાત પોલીસ ગુજરાતી ન્યૂઝ