/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/purnesh-modi-vs-rahul-gandhi.jpg)
રાહુલ ગાંધી અને પૂર્ણેશ મોદીની ફાઇલ તસવીર
મોદી સરનેમવાળા નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સ્ટે અપીલ પર જવાબ આપવા માટે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદી મંગળવારે એટલે કે આજે સૂરતની કોર્ટમાં રજૂ થશે. તેમના વકીલ માનહાનિ મામલે દોષી કરાર થયેલા નિર્ણય પર રોક લગાવનારી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ સામે જવાબ દાખલ કરવા માટે તૈયાર છે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા
પૂર્ણેશ મોદીની ફરિયાદ બાદ સૂરતની કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને વર્ષ 2019માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં મોદી સમુદાયના અપમાન કરનાર નિવેદન માટે બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. સૂરતના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ ઉપરી અદાલતોમાં અપીલ કરવા માટે તેમને 30 દિવસો માટે જામીન આપી દીધી હતી.
ભાજપે પૂછ્યું કે શું ન્યાયપાલિકા પર દબાણ બનાવી રહ્યા છે રાહુલ ગાંધી
સૂરત પશ્વિમના ભાજપ ધારાસભ્ય કેતન રેશમવાલાએ કહ્યું કે કોર્ટ માટે અમારી સહમતિ દોષી ઠેરવ્યા એ પહેલા અને બાદમાં રાહુલ ગાંધીના આચરણોને જોવા માટે હશે. અપીલ દાખલ કરવાની તારીખ દરમિયાન મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સહિત કોંગ્રેસ નેતા હાજર રહ્યા હતા. આ શું દર્શાવે છે? તેઓ ન્યાયપાલિકા ઉપર દબાણ બનાવવા માંગે છે? કોંગ્રેસ નેતાઓએ પણ આદેશની આલોચના કરતા કહ્યું કે પોતાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્ર અને લોકતંત્રની આલોચના કરી હતી.
આ પણ વાંચોઃ-અમિત શાહની અરુણાચલ પ્રદેશ યાત્રાથી ચીનના પેટમાં તેલ રેડાયું, કહ્યુ ‘આ મુલાકાત સરહદ પર શાંતિ માટે યોગ્ય નથી’
રાહુલ ગાંધીએ શક્તિ પ્રદર્શનની સાથે દાખલ કરી સ્ટે અપીલ
રાહુલ ગાંધીએ ત્રણ એપ્રિલે પોતાની બહેન અને કોંગ્રેસ મહાચસિચ પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓની સાથે શક્તિ પ્રદર્શન કરતા સુરતની કોર્ટમાં પોતાને દોષી સાબિત કરવામાં આવેલા નિર્ણય ઉપર રોક લગાવવાની અપીલ દાખલ કરી હતી. કારણ કે આ માનહાનિ કેસમાં દોષી સાબિત થવા અને બે વર્ષની સજા થયાના કારણે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ થયું હતું. સંસદ માટે તેઓ અયોગ્ય થયા બાદ કોંગ્રેસે આને રાજનીતિક મુદ્દા બનાવવાની કોશિશ પણ કરી હતી.
13 એપ્રીલની સુનવાણીમાં રાહુલ ગાંધી રજૂ થવાની છૂટ
જજ પીઆર મોગેરાએ તેમની જામીન મંજૂર કરતા જ ફરિયાદકર્તા અને રાજ્ય સરકારથી 11 એપ્રુલ સુધી કોર્ટ સામે અપીલ વિરુદ્ધ પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું હતું. આ મામલે સુનાવણી 13 એપ્રીલ નક્કી કરી હતી. બચાવ પક્ષની વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું કોર્ટે રાહુલ ગાંધીએ 13 એપ્રિલે કોર્ટમાં રજૂ થવાની છૂટ આપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us