/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Ahmedabad-Monsoon-2025.jpg)
રાજ્યમાં 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવામાં આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે આજે કચ્છમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. બીજી તરફ સાંજ બાદ અમદાવાદ શહેરમાં પણ ધુળની ડમરીઓ ઉડવા લાગી હતી અને શહેરના એસજી હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Ahmedabad-weather-changes.jpg)
અમદાવાદ શહેરમાં આજે સમી સાંજે વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે અને વાદળો ગરજી રહ્યા છે. ત્યાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ભદ્ર પ્લાઝા પાસે આવેલા કેટલાક જૂના વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ શહેરના એસજી હાઈવે પર ધૂળભરેલી ડમરીઓ ઉડતા અહીં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદના વાતાવરણમાં અચાનકથી પલ્ટો આવ્યો.
ભદ્ર પ્લાઝા પાસે વૃક્ષો ધરાશાયી.
શહેરમાં ભારે પવન ફૂંકાતા વિઝિબિલિટી ઘટી#Ahmedabad#WeatherAlertpic.twitter.com/OT7HxPnk8n— IEGujarati (@IeGujarati) May 5, 2025
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. કચ્છ જિલ્લા ઉપરાંત, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સમય દરમિયાન, કેટલાક સ્થળોએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ 11 થી 20 મે દરમિયાન પવનની ગતિ વધુ રહેશે. 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આમ આ વખતે ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચવાની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us