Gujarat Rain Weather Forecast Update : દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સોમવારે 1 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દાહોદના ઝાલોદ તાલુકામાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે.
57 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવાર 1 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં ઝાલોદમાં 1.34 ઇંચ, કપરાડમાં 1.3 ઇંચ, ધરમપુરમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 54 તાલુકામાં 1 થી લઇને 83 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
2 અને3 સપ્ટેમ્બર માટે વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. ત્યાં જ 3 સપ્ટેમ્બરના રોજ રાજ્યના નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સાથે જ દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.
4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD મુજબ 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ પણ વાંચો: ગણેશ મૂર્તિ પર ઇંડા ફેંકનાર સોશિયલ મીડિયા ‘માફિયા ગેંગ ગ્રુપ’ના એડમીન સહિત 3 પકડાયા