રાજ કુમાર ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત, કોણ છે આ IAS?

Raj Kumar Chief Secretary of Gujarat : રાજ કુમારની ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. તેઓ 1987 બેચના આઈએએસ અધિકારી છે. આ પહેલા તેઓ મુખ્ય સચિવ (ગૃહ)ની જવાબદારી નિભાવી રહ્યા હતા.

Written by Kiran Mehta
Updated : January 25, 2023 18:08 IST
રાજ કુમાર ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત, કોણ છે આ IAS?
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે રાજ કુમારની નિયુક્તી

Chief Secretary of Gujarat : ગુજરાત સરકારે બુધવારે રાજ કુમાર (Raj Kumar) ને રાજ્યના આગામી મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. રાજ કુમાર, જેઓ હાલમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ) છે, તે હાલના મુખ્ય સચિવ પંકજ કુમારનું સ્થાન લેશે, જેમનું આઠ મહિનાનું વિસ્તરણ 31 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. રાજ કુમાર ગુજરાતના 31મા મુખ્ય સચિવ હશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ બુધવારે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. 31 જાન્યુઆરીથી અમલમાં આવતા મુખ્ય સચિવ તરીકે રાજ કુમારની નિમણૂક કરતી વખતે, સરકારે એવો આદેશ પણ આપ્યો હતો કે, તેઓ 31 જાન્યુઆરી સુધી મુખ્ય સચિવના કાર્યાલયમાં વિશેષ ફરજ પરના અધિકારી તરીકે કાર્ય કરશે.

આ પણ વાંચોGujarat ACB cases: ગુજરાતના સરકારી વિભાગોમાં ગત વર્ષે લાંચ-રૂશ્વતના 176 કેસ નોંધાયા, સૌથી વધુ ગૃહ મંત્રાલયમાં

ગુજરાત કેડરના 1987 બેચના IAS અધિકારી રાજ કુમાર ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લાના વતની છે. તેઓ IIT, કાનપુરના પૂર્વ વિદ્યાર્થી છે. રાજ કુમાર પાસે ઉદ્યોગ અને ખાણ વિભાગનો વધારાનો હવાલો પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ