રાજ સમઢીયાળા ગામમાં કોઈ પાર્ટીને પ્રચાર કરવાની મંજૂરી નથી, ગામમાં જે વોટ ન કરે તેમને દંડ કરવામાં આવે છે

Raj Samadhiyala Rajkot : રાજ સમઢીયાળા ગામ રાજકોટ પાસે આવ્યું, ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માટે તમામ પાર્ટીઓ પ્રચાર જોર-શોરથી કરી રહી છે પરંતુ આ ગામમાં કોઈ રાજકીય પાર્ટી (political party) પ્રચાર નથી કરી શકતી.

Written by Kiran Mehta
Updated : November 24, 2022 15:47 IST
રાજ સમઢીયાળા ગામમાં કોઈ પાર્ટીને પ્રચાર કરવાની મંજૂરી નથી, ગામમાં જે વોટ ન કરે તેમને દંડ કરવામાં આવે છે
રાજ સામઢીયાળા ગામમાં રાજકીય પાર્ટીના પ્રવેશ પર પ્રતિબંધ, પરંતુ મતદાન 100 ટકા

Gujarat Election 2022 Rajkot : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, તમામ રાજકીય પક્ષોએ રાજ્યમાં તેમના પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધા છે. આ બધાની વચ્ચે રાજકોટમાં એક એવું ગામ છે જ્યાં કોઈ પક્ષને પ્રચાર કરવાની છૂટ નથી. રાજકોટના રાજ સમઢીયાળા ગામમાં રાજકીય પક્ષોને પ્રચાર કરવા દેવામાં આવતો નથી, પરંતુ અહીં મતદાન ન કરનારને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

ગામમાં કોઈ પણ પક્ષને પ્રચાર કરવા દેવામાં આવતો નથી: રાજ સમઢીયાળા ગામના સરપંચે જણાવ્યું હતું કે, 1983થી અહીં રાજકીય પક્ષોને પ્રચાર ન કરવા દેવાનો નિયમ છે, પરંતુ મતદાન બધા માટે ફરજિયાત છે. મતદાન ન કરનાર પર 51 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

રાજકોટના આ ગામના લોકોએ કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ અને પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ સમઢીયાળા ગામના લોકો માને છે કે, ઉમેદવારોને પ્રચાર કરવા દેવાથી વિસ્તારમાં નુકસાન થાય છે. તેથી જ ગામમાં કોઈપણ પક્ષને પ્રવેશવા અને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ગામમાં પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

મતદાન ન કરી શકવા માટે કારણ આપવું પડે છે : રાજકોટથી 20 કિમી દૂર આવેલા રાજ સમઢીયાળા ગામની ગ્રામ વિકાસ સમિતિ (VDC) એ ઘણા ગામોના લોકો માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવું પડે છે. આમાંના કોઈપણ નિયમોનો ભંગ કરવા બદલ સમિતિ દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે. 1700ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. એક સ્થાનિકે જણાવ્યું કે, ગામમાં લગભગ 995 મતદારો છે અને અહીંના લોકો પોતાની મરજીથી મતદાન કરે છે. મતદાનના થોડા દિવસો પહેલા સમિતિના સભ્યો ગ્રામજનોની બેઠક બોલાવે છે અને જો કોઈ મતદાન ન કરી શકે તો સમિતિએ તેનું કારણ જણાવવાનું હોય છે.

આ પણ વાંચોમાણસાના ભાજપા ઉમેદવાર જયંતિ પટેલ એક સમયે મજૂરી કરતા, નસીબ પલટાયું, અત્યારે 661 કરોડના માલિક

મળતી માહિતી મુજબ, અત્યાર સુધી ગામના લોકો લગભગ 100 ટકા મતદાન કરે છે અને જે મતદાનથી દૂર રહે છે તેને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગામના સરપંચ કહે છે કે, અહીં લગભગ 100 ટકા મતદાન થાય છે. રાજ સમઢીયાળા ગામમાં Wi-Fi દ્વારા ઇન્ટરનેટ કનેક્શન, CCTV કેમેરા, પાવાનું શ્રેષ્ઠ પાણી માટે RO પ્લાન્ટ જેવી લગભગ દરેક આધુનિક સુવિધા આ ગામમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ