રાજકોટ વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય: ‘નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલ કર્યો, પેન્સિલ ખોપી’

રાજકોટ (Rajkot) માં મારવાડી યુનિવર્સિટી (marwadi university) હોસ્ટેલમાં વિદ્યાર્થી (Student) સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય (opposite of nature law), કુવાવડા પોલીસ સ્ટેશન (kuvavda police station) માં પાંચ વિદ્યાર્થી સામે રેગિંગ (ragging) સહિત અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

Written by Kiran Mehta
Updated : October 21, 2022 18:28 IST
રાજકોટ વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય: ‘નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલ કર્યો, પેન્સિલ ખોપી’
રાજકોટમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અન્ય પાંચ વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને બ્લેક મેઈલિંગ કર્યું, જેને પગલે રાજકોટના કુવાવડા પોલીસ સ્ટેશનમાં આરોપી પાંચે વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટથી મોરબી તરફ જવાના રસ્તે આવેલી મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા 19 વર્ષિય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયાની ફરિયાદ કુવાવડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી ત્રણ વિદ્યાર્થીની અટકાયત કરી છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીના અટકાયતના પગલા હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

‘નહાતો નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલ – ‘મરી જા, હોસ્ટેલમાંથી ભૂસકો મારી દે અથવા …’

ફરિયાદ અનુસાર, બીબીએ સેમેસ્ટર-1માં અભ્યાસ કરતો અને મારવાડી હોસ્ટેલમાં રહેતો 19 વર્ષિય વિદ્યાર્થી સાથે 16 અને 18 તારીખે બે વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. પીડિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યા અનુસાર, આરોપી પાંચ સહવિદ્યાર્થીઓ દ્વારા તેનો નગ્ન હાલતમાં વીડિયો બનાવી તેને બ્લેક મેઈલ કરવામાં આવ્યો, ત્યારબાદ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું, આ સિવાય તેને ધમકીઓ પણ આપવામાં આવી.

‘ગુદાના ભાગે મધ, સેનેટાઈઝર, હેન્ડવોશ લગાવી પેન્સલ ખોપી ટોર્ચર કર્યુ’

પીડિતે પોલીસને જણાવ્યા અનુસાર, પાંચ વિદ્યાર્થીઓ તેને બ્લેકમેલ કરી બે વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું, ગુદાના ભાગે મધ, સેનિટાઈઝર, હેન્ડ વોસ લગાવી પેન્સીલ ખોપવામાં આવી. નગ્ન હાલતમાં તેનો વીડિયો બનાવી બ્લેકમેલ કર્યો અને ત્રણ ઓપ્શન આપ્યા, મરીજા, બંગ વાટી નાખ અથવા હોસ્ટેલમાંથી ભૂસકો મારી દે.

મામલો કેવી રીતે સામે આવ્યો

પીડિતે કંટાળી સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવતા વાલી હોસ્ટેલ દોડી આવ્યા અને મેનેજમેન્ટને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ત્યારબાદ પીડિત સાથે થયેલા અત્યાચારને સાંભળી મેનેજમેન્ટ અને વાલી દ્વારા કુવાવડા પોલીસ સ્ટેશનમાં આરોપી પાંચ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.

પાંચે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ નોંધાવી: મારવાડી યુનિવર્સિટી રજિસ્ટ્રાર

રાજકોટ મારવાડી યુનિવર્સીટી ના રજિસ્ટ્રાર નરેશભાઈ જાડેજાએ મીડિયાને જણાવ્યું કે, પીડિય વિદ્યાર્થીના વાલી દ્વારા મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આરોપી પાંચ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી, પરંતુ તે સમયે તેઓ હોસ્ટેલમાં હાજર ન હતી જેથી રાહ જોઈ રાત્રે ત્રણેકવાગે વિદ્યાર્થીઓ આવ્યા તેમની પુછપરછ કરી મામલો ગંભીર જણાતા હોસ્ટેલ વોર્ડન સહિતના કર્મચારીઓ અને વાલી સાથે પીડિતને લઈ જઈ કુવાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. આરોપી બે વિદ્યાર્થી હાજર ન હતા જેથી તેમની વિગત પોલીસને સોંપવામાં આવી, આ સાથે પાંચે વિદ્યાર્થીના એડમિશન રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, તેમના વાલીને પણ તત્કાલીન બોલાવી જાણ કરવામાં આવી. પીડિત વિદ્યાર્થી બીબીએ સેમેસ્ટર-1માં અભ્યાસ કરે છે જ્યારે આરોપી પાંચ વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી ડિપ્લોમાં એન્જિનિયરીગના વિદ્યાર્થી છે, તો બે બીબીએના વિદ્યાર્થી છે. જેમાંથી એક સગીર છે.

આ પણ વાંચોસુરત પોલીસની સમય સૂચકતા: નરાધમની ચંગુલમાંથી નાની બાળકીને બચાવી, શું છે મામલો?

પોલીસે કલમ 377, 342 તેમજ it એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો

ફરિયાદ બાદ પોલીસે ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી લીધી હતી, આ સાથે અન્ય બે વિદ્યાર્થીઓની અટકાયત માટે પગલા હાથધરી આઇપીસીની કલમ 377, 342 તેમજ it એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો પોલીસે પીડિતનું મેડિ્કલ ચેકઅપ કરી તાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ