scorecardresearch

સુરત પોલીસની સમય સૂચકતા: નરાધમની ચંગુલમાંથી નાની બાળકીને બચાવી, શું છે મામલો?

સુરતમાં રેપ, મર્ડર, મારા મારી, લૂંટ જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસની સમય સૂચકતાથી એક બાળકીને નરાધમની પકડમાંથી છોડાવવામાં સફળતા મળી છે. ડુમ્મસ પોલીસના સ્થાનિકો સાથેના સંકલનના કારણે એક નાની બાળકી સાથે કોઈ અનિચ્છનિય બનાવ બનતા અટકી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનો ડુમ્મસ વિસ્તાર જે પર્યટકો માટે પ્રખ્યાત સ્થળ છે. […]

સુરત પોલીસની સમય સૂચકતા: નરાધમની ચંગુલમાંથી નાની બાળકીને બચાવી, શું છે મામલો?
સુરત ડુમસ પોલીસની સતર્કતા (ફોટો ક્રેડિટ – વૈશાલી પટેલ)

સુરતમાં રેપ, મર્ડર, મારા મારી, લૂંટ જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસની સમય સૂચકતાથી એક બાળકીને નરાધમની પકડમાંથી છોડાવવામાં સફળતા મળી છે. ડુમ્મસ પોલીસના સ્થાનિકો સાથેના સંકલનના કારણે એક નાની બાળકી સાથે કોઈ અનિચ્છનિય બનાવ બનતા અટકી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનો ડુમ્મસ વિસ્તાર જે પર્યટકો માટે પ્રખ્યાત સ્થળ છે. અહીં એક બાળકીને નરાધમ લલચાવી ફોસલાવી તેની સાથે કુકર્મ કરવાના ઈરાદે લઈને આવ્યો હતો. પરંતુ, ડુમ્મસ પોલીસ દ્વારા સ્થાનિકો સાથે સતત પોલીસ મિત્ર તરીકે સંકલન જાળવી રાખતા સ્થાનિકો દ્વારા શંકાસ્પદ ગતિવિધીની જાણ પોલીસને કરવામાં આવતા એક બાળકી સાથે અનિચ્છનિય બનાવ બનતા અટકી ગયો છે. પોલીસે આ મામલે નરાધમ વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી જે ઘર પાસે આવેલી લોટસ સ્કૂલની બાજુના મેદાનમાં રમતી હતી, ત્યારે એકલતાનો લાભ લઈને સુરતના ઉધના વિસ્તારમાં દિપેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો દીપ ચાવલા નામનો 35 વર્ષનો યુવક કે જે મૂળ રાજસ્થાનનો વતની છે, જેની બાળકી ઉપર નજર બગાડતા બાળકીને પોતાના ખાનગી ટુ-વ્હીલર પર આવીને લલચાવી ફોંસલાવીને ખાવાની વસ્તુ આપવાના બહાને ગાડી પર બેસાડી તેને ટુ વ્હીલર પર સુરતના ડુમસ વિસ્તારમાં લઈ આવ્યો હતો.

ડુમસ વિસ્તારમાં આવેલી જાડી ઝાંખરામાં આ બાળકીને લઈને જઈ તેની સાથે બદકામ કરવાના ઇરાદા સાથે જઈ રહ્યો હતો ત્યારે આ જ વિસ્તારમાં પોલીસે જે સંકલન અને સમન્વયે રાખ્યું હતુ તેના કારણે દરિયા કિનારે મકાઈ ભેળની લારી ચલાવતી મહિલાને શંકા જતા તેઓએ તાત્કાલિક ડુમસ પોલીસમાં સંપર્ક કર્યો હતો, જેને પગલે તાત્કાલિક ડુમ્મસ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બીચ ઉપર દોડી ગયા હતા, અને આ બાબતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી હતી. તથા તાત્કાલિકા યુવકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જાય તેની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં યુવકે પોતે કરેલા કૃત્યની તમામ હકીકત પોલીસને જણાવી હતી.

આ પણ વાંચોડિફેન્સ એક્સપો 2022 અમદાવાદ રિવરફ્રન્ટ: એન્ટ્રી ટિકિટ ક્યાંથી લેવી? શું છે ગાઈડલાઈન? તામામ માહિતી

ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસનું ડુમસ પોલીસ મથક કે જે સુરતના સૌથી છેવાડે આવેલું છે, આ વિસ્તાર સુરતના લોકો માટે ફરવા લાયક સ્થળ છે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે શનિ રવિની રજામાં ત્રણથી ચાર લાખ લોકો આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે આ વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સૌમ્યા દ્વારા આ વિસ્તારમાં કોઈ અનિષ્ટનીય ઘટનાના બને તે માટે ખાસ લોકો સાથે સંકલન કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોની મદદથી લોકોને પોલીસના મિત્ર બનાવવામાં આવ્યા હતા, જે સામાન્ય ઘટના ની જાણકારી પોલીસને આપે તે માટે સંકલન ઉભું કરી પોતાના નંબર પરથી જ સ્થાનિક લોકોને અને સ્થાનિક લોકોના મોબાઈલ નંબર પોતાની પાસે રાખી સતત સંપર્કમાં રહેતા હતા, જેને લઈને આજે એક મોટી ઘટના બનતા રહી ગઈ હતી, અને આરોપી જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો.

Web Title: Surat dumas police an 11 year old girl who was raped was saved

Best of Express