RBI એ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ

RBI એ બુધવારે કહ્યું હતું કે તેણે અમદાવાદ સ્થિત 'કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક'નું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે તેની પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ નથી.

Written by Rakesh Parmar
April 17, 2025 20:33 IST
RBI એ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ
RBI એ અમદાવાદ સ્થિત 'કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક'નું લાઇસન્સ રદ કર્યું છે.

દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને ખાનગી ક્ષેત્રની બેંકો કોટક મહિન્દ્રા બેંક અને IDFC બેંક પર દંડ લાદ્યો છે. પીટીઆઈના સમાચાર અનુસાર, આરબીઆઈએ જણાવ્યું હતું કે કોટક મહિન્દ્રા બેંકને ‘બેંક લોન વિતરણ માટે લોન સિસ્ટમ પર માર્ગદર્શિકા’ અને ‘લોન અને એડવાન્સ – લીગલ અને અન્ય પ્રતિબંધો’ પરના કેટલાક નિર્દેશોનું પાલન ન કરવા બદલ 61.4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકોમાં ગ્રાહક સેવા અંગે RBI દ્વારા જારી કરાયેલા કેટલાક નિર્દેશોનું પાલન ન કરવા બદલ પંજાબ નેશનલ બેંકને 29.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IDFC ફર્સ્ટ બેંકને આટલો દંડ ફટકાર્યો

અહેવાલ મુજબ બીજા નિવેદનમાં RBI એ જણાવ્યું હતું કે IDFC ફર્સ્ટ બેંક પર ચોક્કસ ‘પોતાના ગ્રાહકોને ઓળખો (KYC)’ ધોરણોનું પાલન ન કરવા બદલ 38.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્રણેય કેસોમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે દંડ નિયમનકારી પાલનમાં ખામીઓ પર આધારિત હતો અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ભાર મૂકવાનો નહોતો.

કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ

RBI એ બુધવારે કહ્યું હતું કે તેણે અમદાવાદ સ્થિત ‘કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક’નું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે તેની પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ નથી. આરબીઆઈએ જણાવ્યું હતું કે ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંકને બંધ કરવાનો આદેશ જારી કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવનું યલો એલર્ટ

ફુગાવાનો અંદાજ ઘટાડ્યો

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ફુગાવાનો અંદાજ 4.2 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025 દરમિયાન ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો ડિસેમ્બર, 2024 માં 5.2 ટકાથી ઘટીને ફેબ્રુઆરી, 2025 માં 3.6 ટકાના નીચા સ્તરે પહોંચ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ