/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Visavadar-By-Election-repeat-voting.jpg)
વિસાવદર મતવિસ્તારના માલીડા અને નવા વાઘણીયા મતદાન મથકો પર ફરીથી મતદાનનો આદેશ. (તસવીર: સોશિયલ મીડિયા)
ચૂંટણી પંચે શનિવારે ગુજરાતના વિસાવદર વિધાનસભા મતવિસ્તારના બે મતદાન મથકો પર ફરીથી મતદાનનો આદેશ આપ્યો છે. વિપક્ષી આમ આદમી પાર્ટી (AAP) એ બોગસ મતદાન અને બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી. જૂનાગઢના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવાસિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે મતદાન દરમિયાન "વિક્ષેપ" થવાને કારણે ફરીથી મતદાનનો આદેશ આપવામાં આવ્યો છે. AAP દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તેમ બોગસ મતદાન અથવા બૂથ કેપ્ચરિંગ કરાયું એટલે નહીં.
ગુરુવારે જૂનાગઢના વિસાવદર અને મહેસાણા જિલ્લાના કડીમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કડી બેઠક પર 57.9 ટકા અને વિસાવદરમાં 56.8 ટકા મતદાન નોંધાયું હોવાનો અંદાજ છે. ચૂંટણી પંચે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને શનિવારે સવારે 6 થી સાંજે 7 વાગ્યા દરમિયાન વિસાવદર મતવિસ્તારના માલીડા અને નવા વાઘણીયા મતદાન મથકો પર ફરીથી મતદાનનો આદેશ આપ્યો હતો.
📍વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી – 2025
📌 86-માલીડા અને 111-નવા વાઘણીયા મતદાન મથકો માટે પુનઃમતદાનની તૈયારી
🔸 તા. 21-06-2025 ના રોજ બંને મથકો પર નવેસરથી મતદાન
🔸 મતદારોને પુનઃ મતદાનની જાણ થઇ જાય તે માટે સૂચનાઓ
(1/2)@ECISVEEP@CEOGujarat@SpokespersonECIpic.twitter.com/hHQQ1Oqj3W— Collector Junagadh (@collectorjunag) June 20, 2025
કોઈ ચોક્કસ કારણો આપ્યા વિના તેમણે કહ્યું કે આ નિર્ણય "રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર દ્વારા રજૂ કરાયેલા અહેવાલના આધારે અને તમામ મહત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને" લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિસાવદરમાં મતદાન મથકના CCTV બંધ થતાં અરવિંદ કેજરીવાલ ભડક્યા
ઉલ્લેખનિય છે કે, આમ આગમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ આપવામાં આવી હતી કે, મતદાન દરમિયાન બુથ કેપ્ચરિંગ થયાનું જણાયું છે. જેથી ચૂંટણી અધિકારીએ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ મતદાન રદ કરવાની ભલામણ કરી હતી.
જોકે ચૂંટણી પંચની અમદાવાદ કચેરીએ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58 હેઠળ 19 જૂનનું મતદાન રદ કર્યું છે. નવું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us