કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?

કલોલના છત્રાલ બ્રિજ નીચે એસિડ એટેકનો એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ઓટો રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરીને ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ મહિલા હોમગાર્ડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : July 18, 2025 21:33 IST
કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?
ઓટો રિક્ષા ચાલક મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરીને ભાગી ગયો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)

કલોલના છત્રાલ બ્રિજ નીચે એસિડ એટેકનો એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ઓટો રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરીને ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ મહિલા હોમગાર્ડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાના થોડા કલાકો પહેલા ટ્રાફિક સિગ્નલ પર મહિલા હોમગાર્ડ અને ઓટો રિક્ષા ચાલક વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ રિક્ષા ચાલકે આ ગુનો કર્યો હતો. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ઓટો રિક્ષા ચાલકની ધરપકડ કરી છે.

ઘટના પહેલા શું થયું હતું?

આ ઘટના ગાંધીનગર જિલ્લાના કલોલમાં સ્થિત છત્રાલ બ્રિજ નીચે બની હતી. ટ્રાફિક નિયંત્રણ માટે છત્રાલ બ્રિજ નીચે એક પુરુષ અને ચાર મહિલા હોમગાર્ડને અલગ-અલગ વળાંક પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા ચાલક ત્યાં અણઘડ રીતે આવ્યો, જેના કારણે ટ્રાફિક નિયંત્રણમાં અવરોધ આવી રહ્યો હતો. આ અંગે ફરજ પર તૈનાત હોમગાર્ડ મહિલા જવાન ભાવનાબેને તેને રોક્યો અને ઠપકો આપ્યો. આ પછી તેણે નિયમ મુજબ સૂચના આપી અને ત્યાંથી જવાનું કહ્યું, જેના પછી રિક્ષા ચાલક ગુસ્સે થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો.

મહિલા હોમગાર્ડ પર રિક્ષા ડ્રાઇવરનો એસિડ એટેક કર્યો

આ ઘટના પછી રિક્ષા ડ્રાઇવર તેના ઘરે ગયો અને ત્યાંથી ઘરેલુ ઉપયોગ માટે ઉપયોગમાં લેવાતી એસિડની બોટલ લઈને છત્રાલ બ્રિજ નીચે પહોંચ્યો. આ દરમિયાન મહિલા હોમગાર્ડ પોતાનું કામ સામાન્ય રીતે કરી રહી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા રિક્ષા ચાલકે એસિડ બોટલના ઢાંકણમાં કાણું પાડીને ફરજ પર તૈનાત મહિલા હોમગાર્ડ પર છાંટીને ભાગી ગયો.

આ પણ વાંચો: AI ની મદદથી બનાવેલો આ વીડિયો જોઈ તમારૂં મગજ ચકરાઈ જશે, લાખો લોકો છેતરાયા!

આરોપીની ધરપકડ

હુમલા બાદ ઘાયલ મહિલા હોમગાર્ડ જવાનને તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત જોઈને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. આ હુમલામાં મહિલા હોમગાર્ડને કોઈ ગંભીર ઈજા થઈ નથી. મહિલા હોમગાર્ડ કર્મચારીની ફરિયાદ નોંધાઈ છે. ત્યાં જ કલોલ તાલુકા પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ પણ કરી છે. આરોપીની ઓળખ અશોક તરીકે કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ