Gujarat Election Results: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ ચૂંટણીના રાજકારણમાં પ્રભાવશાળી શરૂઆત કરી. રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર મતવિસ્તારમાં તેમના નજીકના હરીફને 53570 મતોના માર્જિનથી હરાવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના 17 રાઉન્ડ પછી, રીવાબા જાડેજાએ 88110 મતો જીત્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટી (AAP) ના કરસન કરમુરે 34818 મત મેળવ્યા હતા.
હું તેમને જીતનો શ્રેય આપવા માંગુ છુ (I Want To Give Credit To Him)
રિવાબા જાડેજાએ જીત બાદ ANI સાથેની વાતચીતમાં પતિ રવિન્દ્ર જાડેજાનો આભાર માન્યો હતો. રીવાબાએ કહ્યું, “તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મને સમર્થન કરવાનું ચાલુ રાખ્યું. હું પણ આ જીતનો શ્રેય તેમને આપવા માંગુ છું. તેઓ હંમેશા મારા પતિ તરીકે મારી પડખે ઉભા રહ્યા. તેમણે મને પ્રેરણા આપી. મારા માટે આ બહુ મોટી વાત છે.
આ તેના માટે પ્રથમ વખતનો અનુભવ હતો
પોતાની વાત ચાલુ રાખતા રીવાબા જાડેજાએ કહ્યું, ‘મારી બાજુથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ તેનો પ્રથમ વખતનો અનુભવ હતો. જ્યારે મોદીજી (PM નરેન્દ્ર મોદી) પણ આવ્યા ત્યારે તેમણે હળવા મુડમાં (ફની સ્ટાઈલ) કોમેન્ટ પણ કરી કે તમે આ પ્રકારની ફિલ્ડિંગ પહેલા ક્યારેય નહીં કરી હોય. તેમણે તેમની તરફથી મારા માટે જેટલું કરી શકાય એટલું બધુ જ કર્યું.
2019 માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા
રીવાબા જાડેજા કરણી સેનાની મહિલા પાંખના વડા પણ રહી ચૂક્યા છે. રીવાબા જાડેજા 2019માં લોકસભા ચૂંટણી પહેલા ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. જીત બાદ રીવાબા જાડેજાની ANI સાથેની વાતચીતનો તમે નીચેનો વિડિયો પણ જોઈ શકો છો.
પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત મારપીટ બાદ ચર્ચામાં આવ્યા હતા રીવાબા
2018 માં, ભાજપમાં જોડાયાના એક વર્ષ પહેલા, રીવાબા જ્યારે જામનગર શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો ત્યારે હેડલાઇન્સમાં આવ્યા હતા. જો કે, પોલીસ કોન્સ્ટેબલે એવો આક્ષેપ કર્યો હતો કે, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા તેમની કાર ઝડપી ચલાવી રહ્યા હતા અને શહેરના પોલીસ હેડક્વાર્ટરની બહાર તેમની બાઇકને ટક્કર મારી હતી.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ
રીવાબાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેને સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા હતા. પોલીસ કોન્સ્ટેબલના વકીલે દલીલ કરી હતી કે, આરોપીના કેસને ‘ખોટી રીતે રજૂઆત’ કરવામાં આવી છે.