Gujrat Assembly Election : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Indian Cricketer Ravindra Jadeja)) ની પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) જામનગર (Jamnagar) ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. રિવાબા એક સામાજિક કાર્યકર અને બિઝનેસમેન તરીકે પણ ઓળખાય છે. તે ફૂડ બિઝનેસમાં છે અને રેસ્ટોરન્ટ ચલાવે છે.
રિવાબા જાડેજા પાસે કરોડોની પ્રોપર્ટી, જ્વેલરી અને ઘણાં મકાન (રિવાબા જાડેજા પ્રોપર્ટી, હાઉસ) છે. રિવાબા જાડેજાએ નોમિનેશન વખતે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેમની મિલકત, મકાન, કાર, બિઝનેસ સહિતની તમામ માહિતી આપી છે.
મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, પછી રાજકારણમાં આવ્યા
રિવાબા જાડેજાનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ રાજકોટમાં થયો હતો. તેમના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી અને માતાનું નામ પ્રફુલ્લ સોલંકી છે. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં રીવાબાએ જણાવ્યું છે કે, તેમણે જીટીયુ અમદાવાદમાંથી બીઈ મિકેનિકલનો અભ્યાસ કર્યો છે.
રિવાબા કેટલી મિલકતોના માલિક છે? (રીવાબા જાડેજા પ્રોપર્ટી)
ચૂંટણી પંચને સોંપવામાં આવેલી એફિડેવિટ મુજબ, રવિન્દ્ર જાડેજા અને રિવાબા પાસે કુલ 97.35 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાંથી 70.48 કરોડ રૂપિયા રવિન્દ્ર જાડેજાના નામે છે. જો જંગમ સંપત્તિની વાત કરીએ તો રીવાબા-રવીન્દ્ર જાડેજા પાસે કુલ 64.3 કરોડની સંપત્તિ છે. જેમાં રિવાબા જાડેજાના નામે રૂ.57.60 લાખની મિલકત અને રવિન્દ્ર જાડેજાના નામે રૂ.37.47 કરોડની મિલકત છે.
આ સિવાય સ્થાવર મિલકતની વાત કરીએ તો બંને પાસે 33.5 કરોડની સ્થાવર મિલકત છે. આ સમગ્ર મિલકત માત્ર રવિન્દ્ર જાડેજાના નામે છે. રીવાબા પાસે કોઈ સ્થાવર મિલકત નથી.
રિવાબા 1 કરોડ રૂપિયાના દાગીનાની માલિક છે
રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા પાસે લગભગ એક કરોડ રૂપિયાના દાગીના છે. જેમાં સોના, ચાંદી, હીરાના દાગીના પણ સામેલ છે.
રિવાબા પાસે પોતાનું કોઈ વાહન નથી
રિવાબા જાડેજાએ સોગંદનામામાં જણાવ્યું છે કે, તેમના નામે કોઈ વાહન નથી. તો, પતિ રવિન્દ્ર જાડેજા પાસે ત્રણ લક્ઝરી વાહનો (રવીન્દ્ર જાડેજાની કાર) છે. જેમાં ફોક્સવેગન પોલો જીટી, ફોર્ડ એન્ડેવર અને ઓડીનો સમાવેશ થાય છે.
ગુજરાતના 3 શહેરોમાં 6 મકાનો
ભાજપના નેતા રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં તેમની પાસે કુલ 6 ઘર છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનો આવેલી છે. રીવાબા સામે કોઈ ફોજદારી કેસ નથી.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જામનગર ઉત્તર સીટ માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ઉમેદવાર જાહેર, કોણ છે રિવાબા જાડેજા?
રેસ્ટોરન્ટના વ્યવસાયમાં પણ ભાગીદારી
રિવાબા જાડેજાએ જણાવ્યું છે કે, રાજકોટમાં જડ્ડુ ફૂડ ફિલ્ડ રેસ્ટોરન્ટમાં તેમની પાસે 50 ટકા હિસ્સો પણ છે. તમને જણાવી દઈએ કે, રિવાબા જાડેજા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા પણ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. રિવાબાએ વર્ષ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.