અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ

Ahmedabad crime news: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

Written by Rakesh Parmar
January 02, 2025 21:24 IST
અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ
સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમય ચાર જેટલા લૂંટારા ત્રાટક્યા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad Robbery Case: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમય ચાર જેટલા લૂંટારા ત્રાટક્યા હતા. જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂકની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકને નવસારી પોક્સો કોર્ટે ફટકારી આજીવન કેદ

લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ પોતાની ઓળખ ન થાય એ માટે માથે હેલ્મેટ પહેરી રાખ્યા હતા. આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો છે ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશન બે કિમી દૂર આવેલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ