આ નવરાત્રીમાં ‘સૈયર’ના ગરબામાં ખાસ આયોજન, ગામડાની થીમ સાથે ઓસ્માન અને આમીર મિર ખેલૈયાઓને કરાવશે મોજ

“સૈયર 2025” માત્ર એક મહોત્સવ નહીં પરંતુ એક અનુભૂતિ છે, જ્યાં ગરબા એટલે સંગીત, સંગીત એટલે સમુદાય અને સમુદાય એટલે ઉત્સવ. નવરાત્રિના આ પાવન અવસરને અનોખો બનાવતા આ મહોત્સવમાં જોડાઈને રંગ, રાગ અને રાસનો આનંદ માણવો એ એક અવિસ્મરણીય અનુભૂતિ સાબિત થશે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : September 17, 2025 18:06 IST
આ નવરાત્રીમાં ‘સૈયર’ના ગરબામાં ખાસ આયોજન, ગામડાની થીમ સાથે ઓસ્માન અને આમીર મિર ખેલૈયાઓને કરાવશે મોજ
સૈયર 2025 ગરબામાં આ વર્ષે ડેકોરેશનમાં ખાસ ‘ગામઠી ’ થીમ રાખવામાં આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Navratri 2025, Saiyar Garba: આ વર્ષે નવરાત્રીના ઉત્સવમાં “સૈયર 2025” અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે. ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રીને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે. “જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગાર” ના વિચાર સાથે “સૈયર 2025″માં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે.

આ ગરબાનું આયોજન 21મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર, એસપી રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે. સુંદર ડેકોર, શોભાયમાન લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે. અહીં દરરોજ સાંજે 7-30 વાગ્યાથી મધરાત્રી 12-30 વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં ઢોલ અને શરણાઈના ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.

Sayar 2025 Garba Festival
“સૈયર 2025″નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યાં છે.

આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ રહેશે. પ્રી-નવરાત્રિમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે., જ્યારે નવરાત્રિના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ, પ્રીતી પટેલ, શિવમ બારોટ, સીતા રબારી, ઓસ્માન અને આમીર મિર, અનિતા રાણા, પિયુષ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સૂર અને સંગીતથી ગરબાપ્રેમીઓને ઝૂમાવશે. આયોજકોનો ઉદ્દેશ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે.

આ પણ વાંચો: અમદાવાદનું લો ગાર્ડન બજાર ખૈલૈયાઓ માટે સજ્જ, નવરાત્રીની ખરીદી માટે આ ટિપ્સ ફોલો કરો

આયોજકો જણાવે છે કે, “સુરક્ષા અને નિયમો અમારી પ્રથમ પ્રાયોરિટી છે. ટ્રાફિક, ફાયર અને પોલીસ વિભાગની પરમિશન અનુસાર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક એન્ટ્રી પર સિક્યુરિટી ચેક, CCTV , ઈમરજન્સી એક્ઝિટ, મેડિકલ ટીમ અને પૂરતી પાર્કિંગની સુવિધા સાથે સંપૂર્ણ સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સૈયર ગ્રાઉન્ડમાં આશરે 10,000+ લોકો એકસાથે ગરબાનો આનંદ માણી શકે એવી ક્ષમતા છે. ઉપરાંત આ વર્ષે ડેકોરેશનમાં ખાસ ‘ગામઠી ’ થીમ રાખવામાં આવી છે. ગામડાની વાઇબ સાથે કલરફુલ ટ્રેડિશનલ લુક, આધુનિક લાઇટિંગ અને ફોક આર્ટનું સુંદર મિશ્રણ જોવા મળશે. યુથ માટે ખાસ ફોટો સ્પોટ્સ અને એન્ટ્રી ગેટ પર આકર્ષક ડિઝાઇન બનાવી છે જેથી દરેકને ફેસ્ટિવલનો રિયાલિસ્ટિક અનુભવ મળે.”

અહીં ટ્રેડિશનલ ગરબા સાથે ફોક મ્યુઝિક, મંડળી અને યુથ એનર્જેટિક ફ્યુઝન મળશે. સાથે ફૂડ, ફેશન અને ફેસ્ટિવલ અમદાવાદની ઓળખને સાચી રીતે ઉજવતા આ ગરબાને યુવા જનરેશન સુધી ખાસ રીતે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ