ગુજરાતમાં અહીં બની રહ્યો છે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ, 15 હજાર લોકોને મળશે નોકરી

Sanand semiconductor project: સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 50 એકર વિસ્તારમાં આ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે અને તેનું બાંધકામ ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું.

Sanand semiconductor project: સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 50 એકર વિસ્તારમાં આ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે અને તેનું બાંધકામ ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Sanand semiconductor project, Gujarat semiconductor project,

સાણંદ ખાતે ટેસ્ટિંગ ફેસિલિટીનું બાંધકામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. (તસવીર: Loksatta)

Sanand Semiconductor Project: દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ પરનું કામ ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. યુએસ ચિપમેકર માઈક્રોન ટેક્નોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને અમદાવાદ નજીક સાણંદ ખાતે ટેસ્ટિંગ ફેસિલિટીનું બાંધકામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે, એમ ટાટા પ્રોજેક્ટ્સે મંગળવારે જણાવ્યું હતું.

Advertisment

ટાટા પ્રોજેક્ટ્સના પ્રોજેક્ટ ડાયરેક્ટર અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 50 એકર વિસ્તારમાં આ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે અને તેનું બાંધકામ ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું. આ સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) સુવિધા ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા માઇક્રોન માટે બનાવવામાં આવી છે.

એટીએમપી સુવિધા મૂળભૂત રીતે બેકએન્ડ ફેબ સુવિધા છે, જ્યાં સેમિકન્ડક્ટરનું પરીક્ષણ, પેકેજ અને ચિહ્નિત કરવામાં આવે છે. તે કદાચ વિશ્વનું સૌથી મોટું બેક-એન્ડ સેમિકન્ડક્ટર ફેબ સેન્ટર હશે. અત્યાર સુધીમાં 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કુલ 3,500 કર્મચારીઓ અહીં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેનેડામાં કાયમી નાગરિકતા કેવી રીતે મેળવવી? ચાર નવા રૂટ ખુલ્યા! જાણો

Advertisment

ટાટા પ્રોજેક્ટ્સના પ્રોજેક્ટ ડાયરેક્ટર અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે માઈક્રોન દ્વારા પૂરા પાડવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ સિવિલ વર્ક્સ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ અને પ્લમ્બિંગ વર્ક્સ અને એન્જિનિયરિંગ વર્ક્સ પૂર્ણ થયા બાદ ફેસિલિટી પ્રોજેક્ટ ડિસેમ્બર 2025 સુધીમાં માઈક્રોનને સોંપવામાં આવશે.

જૂન 2023માં ગુજરાત સરકારે સાણંદ ખાતે $2.75 બિલિયનની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા સ્થાપવા માટે માઈક્રોન સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સુવિધા પ્રોજેક્ટ એકવાર કાર્યરત થયા પછી લગભગ 5,000 પ્રત્યક્ષ નોકરીઓ અને વધારાની 15,000 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.

અમદાવાદ ગુજરાત ગુજરાતી ન્યૂઝ ટાટા ગ્રુપ