અમદાવાદમાં ક્રૂરતાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇસનપુરના શાહ-એ-આલમ વિસ્તારમાં એક દુકાનદારે એક દૈનિક વેતન મજૂર પર ઉકળતું તેલ રેડી દીધુ. જેના કારણે મજૂર ગંભીર રીતે દાઝી ગયો. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે.
આ ઘટના અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં બની હતી. 36 વર્ષીય દૈનિક વેતન મજૂર દાળ-વડાનો સ્ટોલ પર ગયો હતો અને ઝઘડો થયો હતો. ઝઘડા બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મજૂરે જણાવ્યું હતું કે તે અને તેની પત્ની શાલીમાર ટોકીઝ પાસે એક ફૂડ સ્ટોલ પર ગયા હતા અને એક માણસ સાથે ઝઘડો થયો હતો જ્યારે વિક્રેતાએ તેમની સાથે અપશબ્દો બોલ્યા હતા. ઝઘડા બાદ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ મજૂર પર ગરમ તેલ રેડ્યું હતું, જેના કારણે તેના પગ, જાંઘ અને કમર બળી ગયા હતા.
આ ઘટના બાદ પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મજૂરે તેના પર હુમલો કરનાર વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે.
પત્ની સાથે બેઠેલા પરપુરૂષની હત્યા
અન્ય એક ઘટનામાં અમરાઈવાડી વિસ્તારમાં બની હતી. જ્યાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. ઘરમાં પત્નીને પરપુરૂષ સાથે જોઈ જતા વિનોદ મલ્હા નામના શખસે છરીના બે ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.