ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવા અને પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈના એક એજન્ટની સાથે મળીને ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચવાના મામલે ગુજરાતના એક વ્યક્તિને દોષી જાહેર કરાયો છે. તમને જણાવી દઈએ કે, લખનૌની એક વિશેષ કોર્ટે આ મામલે એક વ્યક્તિને દોષી જાહેર કર્યો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ આ જાણકારી આપતા બુધવારે જણાવ્યું હતું કે, આ મામલો વર્ષ 2020નો છે. વર્ષ 2020માં લખનૌમાં આ મામલો નોંધાયો હતો. આ મામલે બીજો આરોપી રજકભાઈ કુંભારને કોર્ટે દોષી જાહેર કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી એ તેને લઈ કહ્યું કે, વિશેષ કોર્ટે કુંભારને ભારતીય દંડ સંહિતા (આઇપીસી) અને ગેરકાયદાકીય ગતિવિધિઓ (રોકથામ) અધિનિયમ (યૂએપીએ)ના અલગ-અલગ મામલાઓ અંતર્ગત દોષી ઠેરવતા મંગળવારે અલગ-અલગ સજા સંભળાવી છે.
આ પણ વાંચો: શાળા પ્રવાસ માટે ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન, માતા-પિતાએ જાણવું જરૂરી
આઈએસઆઈ એજન્ટ સાથે હતો સંપર્ક
તમને જણાવી દઈએ કે, આ મામલે વધુમાં વધુ 6 વર્ષની કઠોર સજા સામેલ છે. તેમણે કહ્યું કે, કુંભારની તમામ સજાઓ સાથે-સાથે ચાલશે. આ પહેલા ચંદૌલી જિલ્લાના મોહમ્મદ રાશિદને એનઆઈએની વિશેષ અદાલતે આ મામલે જ દોષી ઠેરવ્યો હતો. એટીએસ એ રાશિદ પર પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈના સંપર્કમાં હોવાનો આરોપ લગાવતા ધરપકડ કરી હતી. આ દરમિયાન લખનૌના ગોમતી નગર પોલિસ સ્ટેશનમાં આ મામલો નોંધાયો હતો. એટીએસ એ રાશિદ પર આરોપ લગાવ્યો હતો કે રાશિદે પાકિસ્તાની એજન્ટની સાથે સંવેદનશીલ અને રણનીતિક રૂપે મહત્ત્વના સ્થાનોની તસવીરો તથા ભારતીય સેનાની ગતિવિધિઓની જાણકારી આપી હતી.
ભારતમાં આતંકી કૃત્યોનું ષડયંત્ર રચ્યું હતું
એનઆઈએ એ આ અંગે કહ્યું કે, આ તસવીરો પોતે રાશિદે તેના મોબાઈલથી લીધી હતી. એપ્રિલ 2020માં એનઆઈએ એ આ મામલાની તપાસ પોતાના હાથમાં લીધી હતી. તેમણે જુલાઈ 2020માં રાશિદ વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું હતું. ફેબ્રુઆરી 2021માં એનઆઈએ એ કુંભાર વિરૂદ્ધ એક પૂરક પત્ર દાખલ કર્યો હતો. એનઆઈએ એ જણાવ્યું કે, તેની તપાસમાં સામે આવ્યું કે કુંભારે રાશિદ અને પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ એજન્ટની સાથે મળીને ભારત વિરૂદ્ધ આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યુ હતું.