વડોદરામાં ભયાનક કાર અકસ્માત સર્જનારા નબીરાનું નિવેદન આવ્યું સામે, આખો ઘટનાક્રમ જણાવ્યો

Vadodara Accident news: વડોદરા અકસ્માત મામલે આરોપી રક્ષિત ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે અકસ્માત સમયે તે નશામાં નહોતો, તેણે પોતાના બે મિત્રો સાથે ભાંગનો નશો કર્યો હતો.

Written by Rakesh Parmar
March 14, 2025 14:53 IST
વડોદરામાં ભયાનક કાર અકસ્માત સર્જનારા નબીરાનું નિવેદન આવ્યું સામે, આખો ઘટનાક્રમ જણાવ્યો
વડોદરા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)

Vadodara Accident Update: વડોદરાના પોશ કારેલીબાગ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક તેઝ રફ્તાક કારે ત્રણ ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે કાર ચલાવનાર વ્યક્તિ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એ જાણવા માટે તપાસ કરી રહી છે કે શું તેઓ તે સમયે નશામાં હતા.

હવે આ મામલે આરોપી રક્ષિત ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે અકસ્માત સમયે તે નશામાં નહોતો, તેણે પોતાના બે મિત્રો સાથે ભાંગનો નશો કર્યો હતો. પરંતુ અકસ્માત બાદ કારની એરબેગ ખુલી ગઈ હતી. આ કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને આ અકસ્માત થયો.

આરોપી મિત્રના ઘરેથી પરત ફરી રહ્યો હતો

આ અકસ્માત બાદ પોલીસે આરોપી રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી હતી. જે બાદ તેનું નિવેદન બહાર આવ્યું. રક્ષિતે કહ્યું છે કે તે તેના મિત્રના ઘરેથી કાર દ્વારા ઘરે પરત ફરી રહ્યો હતો. ગાડી ચલાવતી વખતે કારની એરબેગ ખુલી ગઈ, જેના કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને અકસ્માત થયો. તેણે કહ્યું કે તે નશામાં નહોતો અને સ્કૂટર રસ્તાની વચ્ચે આવી જવાથી અકસ્માત થયો. તે આ અકસ્માતનું કારણ ઓટોમેટિક કારને પણ માને છે. ત્યાં જ તેણે ભાંગનો નશા કર્યાની વાત કબૂલ કરી હતી.

મહિલાના મોત પર આરોપીએ શું કહ્યું?

મહિલાના મૃત્યુ અંગે રક્ષિતે કહ્યું કે તેને ખબર નહોતી કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રક્ષિતે વધુમાં કહ્યું કે જ્યારે તે મુક્ત થશે, ત્યારે તે પીડિત પરિવારોને મળશે.

આ ઘટના બુધવારે રાત્રે બની હતી

બુધવારે મધ્યરાત્રિ પહેલા આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રક્ષિત ચૌરસિયા ફુલ સ્પીડમાં ફોક્સવેગન વર્ચસ ચલાવી રહ્યો હતો, જેણે ત્રણ ટુ-વ્હીલર્સને ટક્કર મારી હતી. હોળીના રંગો ખરીદવા માટે બહાર નીકળેલી હેમાલી પટેલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને 10 અને 12 વર્ષની બે છોકરીઓ સહિત અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા સાત લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે અને અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો: વડોદરામાં દારુ ભરેલી કારનો અકસ્માત, લોકોએ મદદ કરવાની જગ્યાએ લૂંટ મચાવી, જુઓ વીડિયો

પોલીસે જણાવ્યું હતું કે રક્ષિત ચૌરસિયાની સાથે કાર માલિકનો પુત્ર પ્રાંશુ ચૌહાણ પણ હતો. સ્થાનિકો દ્વારા પકડાયા બાદ રક્ષિત ચૌરસિયાની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પ્રાંશુ ચૌહાણની થોડા કલાકો પછી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત સમયે એક રાહદારીએ શૂટ કરેલા વીડિયોની મદદથી પ્રાંશુ ચૌહાણને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રક્ષિત ચૌરસિયા એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે જ્યારે પ્રાંશુ ચૌહાણ વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.

વડોદરા પોલીસ કમિશનરનું નિવેદન

વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે, “આ અકસ્માત કારેલીબાગમાં આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે થયો હતો. એક ફોક્સવેગન ફોર-વ્હીલર ત્રણ ટુ-વ્હીલર સાથે અથડાઈ. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે સાત લોકો ઘાયલ થયા છે અને એક મહિલાનું મોત થયું છે. સાતેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. કાર માલિકનો દીકરો ગુનાના સ્થળેથી ચાલ્યો ગયા પછી કાર શોધી કાઢવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમો અને ક્રાઇમ સીન મેનેજરોએ ફોરેન્સિક અને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે સ્થળની તપાસ કરી છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે દોડી ગયેલા પોલીસ કમિશનર કુમારે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાવાના બનાવોના ક્રમને એકત્રિત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ સહિત અનેક પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું, “અમે બે વ્યક્તિઓની તપાસ કરવા માટે ઘણી ટીમો બનાવી છે જેથી તેમની સાથે બીજા કોણ હતા અને અકસ્માતનું કારણ શું હતું તે જાણી શકાય”. અમે ઘટનાઓનો ક્રમ શોધીશું અને મૌખિક, વૈજ્ઞાનિક, પ્રત્યક્ષદર્શી અને સીસીટીવી પુરાવા એકત્રિત કરીશું. એવું લાગે છે કે બંને આરોપીઓ મુખ્યત્વે ઉમા ક્રોસ રોડ પરથી ગુનાના સ્થળે આવ્યા હતા, પરંતુ તેઓ દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થના નશામાં હતા કે કેમ તે નક્કી કરવા માટે તબીબી તપાસ જરૂરી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અકસ્માતના વીડિયોમાં, રક્ષિત ચૌરસિયા અકસ્માત સ્થળે ક્ષતિગ્રસ્ત કારમાંથી બહાર નીકળ્યા પછી બૂમો પાડતો જોવા મળે છે. દરમિયાન પ્રાંશુ ચૌહાણ રક્ષિત ચૌરસિયાના ચુંગાલમાંથી પોતાને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને અકસ્માત માટે તેને દોષી ઠેરવી રહ્યો છે. જ્યારે રક્ષિત ચૌરસિયા વારંવાર પ્રાંશુ ચૌહાણને પૂછતો જોવા મળે છે, “એક વધુ રાઉન્ડ?”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ