સુરતમાં કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર ટ્યૂશન શિક્ષિકાના આપઘાત કેસ મામલે પાટીદાર સમાજનમાં આ્ક્રોશ છે. ત્યાં જ પાટીદાર દીકરીને ન્યાય મળે અને આરોપીને સખત સજા ફટકારવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
સુરતમાં કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર ટ્યૂશન શિક્ષિકાના આપઘાત કેસ મામલે પ્રાથમિક પૂછપરછમાં આરોપી એક વર્ષ પહેલાં નેનુ જે ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરાવતી હતી ત્યાં પોતાની ભત્રીજીને મૂકવા જતાં સંપર્કમાં આવ્યો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી નેનુને હેરાન કરતો હતો. તો બીજી તરફ આ મામલે પોલીસે હવે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ એફિડેવિટ કરી સગીર આરોપીનો કેસ પુખ્ત ગણી ચલાવવાની માગ કરવામાં આવી છે.
હવે સુરતની પાટીદાર દીકરીના આપઘાત કેસમાં પાટીદાર સમાજમાં આક્રોશ છે ત્યારે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે ગૃહ રાજ્યમંત્રી સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં બનેલી આ ઘટના દુઃખદઃ છે. ત્યાં જ તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ગૃહ રાજ્યમંત્રી યુવાન અને શક્તિશાળી છે છતા આ ઘટના બની. રાજ્યમાં કાયદાના પાલન સાથે ડર જરૂરી છે.
આ પણ વાંચો: AI ની મદદથી બનાવેલો આ વીડિયો જોઈ તમારૂં મગજ ચકરાઈ જશે, લાખો લોકો છેતરાયા!
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે સુરતની ઘટના બાદ એક વીડિયો દ્વારા ગૃહ રાજ્યમંત્રીને સવાલો કર્યા છે ત્યાં જ તેમણે રાજ્યમાં દીકરીઓ પોતાની સ્વરક્ષા માટે ત્રિશુલ રાખે તેવી વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, અસામાજિક તત્વો વરૂ બની સમાજમાં ફરી રહ્યા છે, લુખ્ખાઓ સામે પ્રતિકાર કરવો એ ગુનો નથી, યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી રહી છે.
આર.પી. પટેલે દીકરીઓને સ્વરક્ષા માટે છ ઈંચથી નાનું એક ત્રિશુળ પોતાના પર્સમાં રાખવા માટે સલાહ આપી છે, અને કોઈ પણ અસામાજીક તત્વોથી ડરશો નહીં તેમનો સામનો કરો અને આપઘાત જેવું પગલું ક્યારેય ભરશો નહીં.