/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/student-death-due-to-electrocution.jpg)
વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)
Vadodara News: વડોદરા જિલ્લાથી એક ગમખ્વાર સમાચાર સામે આવ્યા છે. પાદરા નગરપાલિકામાં આવેલી એક સોસાયટીમાં ગટરના પણી સોસાયટીમાં ભરાયા હતા. જ્યાં ચાલુ વીજ વાયર તૂટીને પડ્યો હતો, જેથી પાણીમાં કરંટ પ્રસર્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થી સાઇકલ લઈને ત્યાંથી નીકળ્યો હતો અને વીજ કરંટ લાગવાથી તેનું મોત નિપજ્યું હતું.
વિદ્યાર્થી ટ્યૂશનથી ઘરે સાઇકલ લઇને જતો હતો
પાદરા નગરપાલિકાની હદમાં આવેલી એક સોસાયટીમાં રહેતો વિદ્યાર્થી 22 જુલાઈ મંગળવારના રોજ ટ્યૂશનમાંથી છૂટી સાઇકલ લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પાસેથી પસાર થઇ રહ્યો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણી ભરાયેલા હતા. જેમાં રોડ ઉપરનો વીજ થાંભલાનો વાયર તૂટીને પડ્યો હતો. વિદ્યાર્થી પાણીમાંથી પસાર થતા જ સ્થળ ઉપર વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.
વડોદરાના પાદરા - ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રાધે કૃષ્ણ સોસાયટી પાસે પાણીના ખાડામાં વીજળીનો લાઈવ વાયર પડી જવાથી મંગળવારે સાંજે 11 વર્ષના નક્ષ સોની નામના છોકરાનું કરંટ લાગવાથી મોત.#Gujaratpic.twitter.com/fRiwUqNLSi
— Sagar Patoliya (@kathiyawadiii) July 23, 2025
આ ઘટના બાદ સોસાયટી લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, અહીં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભરાય છે. ઘણા બાળકો રોજ આ જ રસ્તા પરથી ટ્યુશન જતા હોય છે. તે જ રસ્તામાં પાણી ભરાયાં હતાં અને તેમાં વીજ કરંટ લાગવાને કારણે એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું છે.
આ પણ વાંચો: ઇન્ડિગોની અમદાવાદ-દીવ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, ફ્લાઇટ રદ
વિદ્યાર્થીના મોત બાદ લોકોએ રેલી નીકાળી
વિદ્યાર્થીના મોત બાદ સોસાયટી સહિત આસપાસની વિવિધ સોસાયટીના લોકો રેલી સાથે નગરપાલિકા પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તંત્રની આવી ગંભીર બેદરકારીને કારણે એક માસૂમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો તેને લઈ સોસાયટીના લોકોએ પાલિકામાં જઈને રામધૂન બોલાવી હતી, ત્યાં જ પાલિકાના વિરોધમાં "હાય-હાય"ના સૂત્રોચ્ચાર કર્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us