ગુજરાતની આ IAS કેમ ચર્ચામાં? ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 22 પોસ્ટ અને ફોલોઅર્સ એક લાખથી વધુ

IAS Neha Byadwal Story: નેહા બ્યડવાલ વિશે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણીએ ત્રણ વર્ષ સુધી મોબાઇલથી દૂર રહીને UPSC પરીક્ષા પાસ કરી.

Written by Rakesh Parmar
July 03, 2025 20:48 IST
ગુજરાતની આ IAS કેમ ચર્ચામાં? ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 22 પોસ્ટ અને ફોલોઅર્સ એક લાખથી વધુ
IAS Neha Byadwal Success Story (તસવીર: nehabyadwal/Instagram)

IAS Neha Byadwal Success Story: રાજસ્થાનના જયપુરમાં જન્મેલી દેશની સૌથી નાની ઉંમરની IAS ઓફિસર નેહા બ્યાડવાલ હાલમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમની સફળતાની સાથે તેમના સમર્પણ અને જુસ્સાની પણ ચર્ચા થઈ રહી છે. નેહા બ્યાડવાલને ગુજરાતના ભરૂચમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તે 24 વર્ષની ઉંમરે IAS બની હતી.

નેહા બ્યાડવાલ દેશના સૌથી નાની ઉંમરના IAS ઓફિસરોમાં સામેલ થઈ ગઈ છે. નેહા બ્યાડવાલ 2024 બેચની IAS ઓફિસર છે. UPSC પરીક્ષા પાસ કર્યા પછી તેણીએ ગુજરાત કેડર પસંદ કર્યું છે. નેહાએ આજે એટલે કે 3 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવશે.

નેહા બ્યાડવાલ કોણ છે?

નેહા બ્યાડવાલ 2024 બેચની ઓફિસર છે. તેણીને ગુજરાતના ભરૂચમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું છે. તે મૂળ જયપુરની છે. મળતી માહિતી મુજબ, તેના પિતા આવકવેરા અધિકારી છે અને તેની બહેન IES ઓફિસર છે. નેહા બ્યાડવાલ અલગ-અલગ શહેરોમાં પોતાનો અભ્યાસ કરી ચૂકી છે. તેણીએ જયપુર, ભોપાલ, છત્તીસગઢમાં શિક્ષણ મેળવ્યું. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તેણીનો જન્મ વર્ષ 1999 માં થયો હતો. આ મુજબ જ્યારે તેણીએ 2021 માં સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. તે સમયે તેણી 22 વર્ષની હતી. નેહાના જીવનમાં પહેલી નિષ્ફળતા ત્યારે આવી જ્યારે તે ધોરણ 5 માં નાપાસ થઈ. પરંતુ તે પરિણામથી નારાજ નહોતી. તે શીખવા અને પડકારોને દૂર કરવા માટે પ્રેરિત હતી.

નેહા બ્યાડવાલ વિશે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણીએ ત્રણ વર્ષ સુધી મોબાઇલથી દૂર રહીને UPSC પરીક્ષા પાસ કરી. આ દાવો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. માહિતી અનુસાર, નેહાએ દિવસમાં 17-18 કલાક અભ્યાસ કર્યો અને ત્રણ વર્ષ સુધી તેણીએ તેના ફોનનો ઉપયોગ કર્યો નહીં.

આ પણ વાંચો: તમારી પાસે એન્જીનિયરિંગની આ ડિગ્રી છે? ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની તક

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નેહા બ્યાડવાલનો દેસી લુક ચર્ચામાં છે. તે પરંપરાગત સાડીમાં ખૂબ જ સારી દેખાય છે. આ જ કારણ છે કે તેના નામે બનાવેલા એકાઉન્ટમાંથી ફક્ત 22 પોસ્ટ કરવામાં આવી છે. તેના ફોલોઅર્સની સંખ્યા 99 હજારને વટાવી ગઈ છે. જોકે આ એકાઉન્ટ પર બ્લૂ ટીક નથી. ત્યાં જ આ એકાઉન્ટની પ્રથમ પોસ્ટ વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં કરવામાં હતી. જોકે હાલમાં પણ નેહાની પ્રથમ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ