માંગરોળ ગેંગરેપના આરોપીઓનો ફરાર થવાનો પ્રયાસ, સુરત ક્રાઇમ બ્રાંચે કર્યું ફાયરિંગ

માંગરોળમાં સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી.

Written by Rakesh Parmar
October 09, 2024 22:32 IST
માંગરોળ ગેંગરેપના આરોપીઓનો ફરાર થવાનો પ્રયાસ, સુરત ક્રાઇમ બ્રાંચે કર્યું ફાયરિંગ
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યાં જ એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Mangrol Gang rape case: સુરત જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખરેખરમાં અહીં એક સગીર પર બળાત્કારની ઘટના સામે આવી છે. મામલો સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામનો છે. અહીં નવરાત્રીના તહેવાર દરમિયાન મિત્રો સાથે ગયેલી 17 વર્ષની સગીરા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) હિતેશ જોયસરે જણાવ્યું હતું કે બોરસરા ગામની સીમમાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં મંગળવારે રાત્રે 11 વાગ્યે સગીરા પર બળાત્કાર થયો હતો.

માંગરોળમાં સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જે બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યાં જ એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરા ગેંગરેપના 3 આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળશે, વડોદરા કોર્પોરેશને ફટકારી નોટિસ

સુરતમાં સગીરા સાથે ગેંગરેપ

તમને જણાવી દઈએ કે આ પહેલા વડોદરાની હદમાં એક સગીર બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી. તે સમયે સગીરા તેના મિત્ર સાથે અંતરિયાળ વસ્તારમાં રોડની સાઈડમાં બેઠી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સગીરા કોચિંગ બાદ તેના મિત્રને મળવા કિમ વિસ્તાપ પાસે ગઈ હતી. આ પછી સગીરા તેના મિત્ર સાથે મોટા બોરસરા ગામ પાસે નિર્જન જગ્યાએ બેઠી હતી. આ દરમિયાન ત્રણ લોકો તેની પાસે આવ્યા હતા.

પોલીસ આરોપીને શોધી રહી છે

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના દરમિયાન જ્યારે ત્રણેય આરોપીઓએ યુવતીને પકડી લીધી ત્યારે સગીરાનો મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. તેણે જણાવ્યું કે આ પછી આરોપીએ યુવતી સાથે ગેંગરેપ કર્યો અને પછી યુવતી અને તેના મિત્રનો ફોન લઈને ભાગી ગયો. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને એક બાઇક પણ જપ્ત કરવામાં આવી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે યુવતીના મિત્રો ત્યાંથી ભાગ્યા તો તેઓએ સ્થાનિક લોકોને પણ જાણ કરી હતી, અડધા કલાકમાં સ્થાનિક લોકોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પછી સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ