હોળીની મધ્યરાત્રીએ એક નબીરાએ ફુલ સ્પીડમાં પોતાની કાર હંકારીને 7 લોકોને હડફેટે લીધા હતા જેમાં એક મહિલાનું મોત થયું છે અને ઘટનાનો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે.
પ્રાપ્ત મહિતી અનુસાર, સુરતનો એક પરિવારની કાર પાવાગઢથી પરત ફરતા હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં ભયાનક કાર અકસ્માત સર્જનારા નબીરાનું નિવેદન આવ્યું સામે, જણાવ્યો આખો ઘટનાક્રમ
આ અકસ્માતની ઘટના બનતા હાઈવે પર લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ અને 108ની ટીમને આ અંગે જાણકારી આપી હતી. જે બાદ પોલી, 108 અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત બાદ કુલ 8 લોકોમાંથી 5 લોકોને વડોદરાની સયાજી હોસ્પપિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર આપવામાં આવી રહી છે.





