સુરતથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલા પોલીસે ગુનેગારને પકડવા માટે પોતાની ઓળખ છુપાવવી પડી હતી. આ સમગ્ર કેસમાં ગિરીશ દેવરા નામના એક છેતરપિંડી કરનારનો સમાવેશ થાય છે, જે 30 લાખ રૂપિયાની લોન લઈને ખરીદેલી ફોર્ચ્યુનર કાર વેચીને ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે મહિલા અધિકારીએ એક નવી યુક્તિ ઘડી હતી જેના કારણે તેણીને સફળતા મળી.
શું છે આખો મામલો?
સુરત શહેર પોલીસના PSI શીતલ ચૌધરીએ ફિલ્મી સ્ટાઈલમાં એક કુખ્યાત છેતરપિંડી કરનાર ગિરીશ દેવરાની ધરપકડ કરી છે. છેતરપિંડી કરનાર પર 30 લાખ રૂપિયાની લોન લઈને ફોર્ચ્યુનર કાર ખરીદવાનો આરોપ હતો, પરંતુ બાદમાં તે કાર વેચી ફરાર થઈ ગયો. પોલીસથી બચવા માટે તેણે પોતાનો ફોન બંધ રાખ્યો અને ફક્ત વોટ્સએપ પર સક્રિય હતો.
શીતલ ચૌધરીએ બનાવ્યો પ્લાન
આ ચાલાક ફ્રોડને પકડવા માટે PSI શીતલ ચૌધરીએ તેની ટીમ સાથે એક યોજના બનાવી. તેણીએ “પૂજા” તરીકે ઓળખાણ આપીને વોટ્સએપ પર ગિરીશનો સંપર્ક કર્યો. બંનેએ લગભગ 25 દિવસ સુધી વ્હોટ્ટસ એપ પર વાતચીત કરી. ત્યારબાદ ગિરીશ ફસાઈ ગયો કારણ કે તેમની ચેટ ઝડપથી રોમેન્ટિક વાતચીતમાં ફેરવાઈ ગઈ, જેમાં “આઈ લવ યુ” અને “મિસ યુ” જેવા મેસેજોનો સામેલ હતા. છેતરપિંડી કરનાર ગિરીશ ત્યારબાદ “પૂજા” ને મળવા માટે સુરતના પર્વત પાટિયા ગયો હતો.
સ્વાગત માટે મહિલા પોલીસ વર્ધીમાં આવી પહોંચી
આરોપીનું “યુનિફોર્મ પહેરેલી મહિલા” તેનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી હતી. પૂજાને મળવા માટે સુરત પહોંચેલા ગિરીશનું સ્વાગત PSI શીતલ ચૌધરી અને તેની યુનિફોર્મ પહેરેલી ટીમે કર્યું. તેઓએ તરત જ આરોપીની ધરપકડ કરી. PSI શીતલની ચાતુર્યને કારણે માત્ર ગિરીશ જ નહીં પરંતુ તેના સાથી કુલદીપ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે.





