I-T raid on Surat : સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના ઈન્વેસ્ટિગેશન ડિરેક્ટોરેટના અધિકારીઓએ મંગળવારે સુરતના અડાજણ ખાતે ટેક્સટાઈલ ઉદ્યોગપતિ (textile industrialist) ની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા.
સુરતના માંડવી તાલુકાના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરોડા પૂરા થયા પછી જ બિનહિસાબી સંપત્તિ અને અન્ય વિગતો જાહેર કરી શકાશે.
ડીઆઈ વિંગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ 22 રૂમની તલાશી લીધી હતી અને બંગલા અને બાંધકામ એકમોમાંથી રોકડ અને ઝવેરાત સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. બેંક લોકરની ચાવી પણ જપ્ત કરી લીધી હતી.
તેઓને બંગલામાં પાર્ક કરેલી 12 લક્ઝરી કાર પણ મળી આવી છે, જેની વિગતો માંગવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 300 કરોડથી વધુ છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિની પૂછપરછ કરવામાં આવી રહી છે.