PM Narendra Modi Golden statue in Surat: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગોલ્ડની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી હોવાથી 156 ગ્રામ સોનામાંથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 3 મહિના સુધી 25 કર્મચારીઓએ સોનામાંથી પીએમ મોદીની પ્રતિમા તૈયાર કરી છે. રાધિકા ચેઇન્સ જેનું બ્રાન્ડ નેમ વેલી-બેલી છે. તેમના દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની ગોલ્ડની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
ભાજપે જીતેલી 156 બેઠકોના સંદર્ભમાં 156 ગ્રામની મૂર્તિ બનાવી
જ્વેલર બસંત બોહરા મૂળ રાજસ્થાનના છે પણ છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે. 4.5 ઇંચ લંબાઇ અને 3 ઇંચ પહોળાઇ સાથેની મૂર્તિનું વજન 156 ગ્રામ છે. બોહરાના મતે તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતેલી 156 બેઠકોના સંદર્ભમાં 156 ગ્રામની મૂર્તિ બનાવી છે.
મૂર્તિ બનાવવા 15 કારીગરો અને ડિઝાઇનરોને લગભગ 3 મહિનાનો સમય લાગ્યો
બસંત બોહરાએ જણાવ્યું હતું કે મારી ફેક્ટરીમાં કામ કરતા 15 કારીગરો અને ડિઝાઇનરોને PM નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો. દરરોજ અમે કામની પ્રગતિની દેખરેખ રાખતા હતા. ઉત્પાદન ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ ગયું હતું. પરંતુ 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ઝવેરી અને તેમની ટીમે શિલ્પમાં અમુક ફેરફારો કર્યા જેથી અંતિમ વજન 156 ગ્રામ થાય. પીએમના પ્રશંસક હોવાનો દાવો કરતા બોહરાએ કહ્યું કે તેઓએ પ્રતિમા માટે લગભગ 10.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
આ પણ વાંચો – પગાર પોલીસની નોકરીનો અને બાતમીદાર બુટલેગરના, બે કોન્સ્ટેબલોએ પોલીસ અધિકારીઓના જ ફોન કર્યા ટ્રેક
આ સોનાની મૂર્તિ 10.50 લાખ રૂપિયામાં તૈયાર કરી
સોશિયલ મીડિયા પર મૂર્તિના ફોટા અને વીડિયો સામે આવ્યા પછી મારા એક મિત્ર તેને ખરીદવા માગતા હતા. અમે લગભગ આ મૂર્તિ 10.50 લાખ રૂપિયામાં તૈયાર કરી છે અને અમે તેની કિંમત 11 લાખ રૂપિયા રાખી છે. મારા મિત્રે મને કહ્યું કે તે પીએમ મોદીને આપશે.