Gujarat Railway Platform Tickets Banned: દિવાળી અને છઠ પૂજા દરમિયાન રેલવે સ્ટેશનો પર લોકોની ભારે ભીડને જોતા દેશના ઘણા રેલવે ઝોને ઘણા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં વેસ્ટર્ન રેલવે પણ સામેલ છે. વેસ્ટર્ન રેલવે એ ગુજરાતના વાપી, વલસાડ, ઉધના અને સુરત સહિત મુંબઈ સેન્ટ્રલ, દાદર, બ્રાંદ્રા ટર્મિનસ, બોરીવલી અને વસઈ રોડ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
શું છે કારણ?
ખરેખરમાં રવિવારે સવારે મુંબઈ અને બ્રાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પર ચઢવાની કોશિશમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા હતા. તહેવારો દરમિયાન પોતાના વતનમાં ઘરે જવા માટેલ રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ બાંદ્રા રેલવે સ્ટેશન પર પહોંચી, તો તેમાં ચઢવા માટે લોકોમાં ધક્કામુક્કી થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના પછી સેન્ટ્રલ રેલવે એ પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર અસ્થાઈ રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો.
કેવી રીતે બની ઘટના?
દિવાળી અને છઠ તહેવારાના કારણે પોતાના માદરેવતન જવાની યોજના બનાવી રહેલા લોકો મોટી સંખ્યાં બાંદ્રા ટર્મિનસ પહોંચ્યા હતા. જ્યાં અનારક્ષિત ટ્રેનને પ્લેટફોર્મ પર લાવતા જ યાત્રીઓ તેમાં ચઢવા માટે દોડવા લાગ્યા. નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, સવારે 5.56 વાગ્યા હતા. તેમણે જણાવ્યું કે, ટ્રેન 22921 બાંદ્વા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસમાં ચઢવા માટે મોટી સંખ્યામાં લોકો બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર-1 પર એકઠા થયા હતા. ટ્રેનમાં સવાર થવાની કોશિશિમાં કેટલાક લોકો બે ડબ્બા વચ્ચે આવી ગયા હતા અને પ્લેટફોર્મ પર ઢળી પડ્યા હતા.
આ પણ વાંચો: આ બાળકીને જોઈને પીએમ મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિએ રોક્યો રોડ શો, છોકરીએ જણાવી શું વાત થઈ?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, લોકો કોચ સાથે ટકરાયા અથવા બંને ડબ્બાની વચ્ચેની જગ્યામાં પડી ગયા બાદ ઈજાગ્રસ્ત થયા હતા. રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના જવાનો અને સ્થાનિક લોકોએ ઘાયલોને ભાભા હોસ્પિટલ પહોંચાડ્યા હતા.