લગ્નની મોસમ દરમિયાન લોકો ખરીદી કરે છે અને તેમના કપડાં અગાઉથી સીવવાનું શરૂ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં દરજી સમયસર કપડાં પહોંચાડી દે છે, પરંતુ ક્યારેક તેઓ સમયસર કપડાં પહોંચાડવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે ગ્રાહકો મૂંઝવણમાં મુકાય છે અને બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જ્યારે કપડાં સમયસર સીવવામાં આવતા નથી ત્યારે લોકો ઘણીવાર દરજી સાથે દલીલો કરે છે, ઘણીવાર તેમને ઠપકો આપે છે. પરંતુ અમદાવાદની એક મહિલાએ તેમ ના કર્યું. તે કોર્ટમાં ગઈ અને કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો.
મહિલા પસંદગીની સાડી પહેરી શકી નહીં
અમદાવાદમાં એક મહિલાએ પરિવારના લગ્નની તૈયારી ખૂબ અગાઉથી શરૂ કરી દીધી હતી. તેણીએ કપડાં સીવવાનો ઓર્ડર પણ આપ્યો હતો, પરંતુ દરજી સમયસર તૈયાર કરી શક્યો નહીં. તેણી 24 ડિસેમ્બરે લગ્નમાં સાડી પહેરવાની હતી પરંતુ દરજી બ્લાઉઝ સીવી શકતો ન હોવાથી તે તેમી મનગમતી સાડી પહેરી શકી નહીં. ત્યારબાદ તેણી કોર્ટમાં ગઈ અને કોર્ટે દરજીને દંડ ફટકાર્યો.
બ્લાઉઝ ના મળતા મહિલાને માનસિક તકલીફ થઈ
મહિલાએ 4,395 રૂપિયા એડવાન્સ ચૂકવ્યા હતા અને તેની બધી ખરીદી અગાઉથી પૂર્ણ કરી હતી. જોકે લગ્નના દસ દિવસ પહેલા તેણીને ખબર પડી કે બ્લાઉઝ સંપૂર્ણપણે સીવેલું નથી. દરજીએ ખાતરી આપી હતી કે લગ્ન પહેલાં તે પૂર્ણ થઈ જશે, છતાં તે અધૂરું રહ્યું. પરિણામે તેણીને બીજી સાડી પહેરવી પડી, જેના કારણે તેણીને માનસિક તકલીફ થઈ.
આ પણ વાંચો: એવું તો શું થયું કે રાતોરાત એક વકીલ 2,817 કરોડ રૂપિયાના માલિક બની ગયા, જાણો?
મહિલાએ દરજીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને આ મામલો કોર્ટમાં લઈ ગઈ. અમદાવાદ (વધારાના) ગ્રાહક તકરાર નિવારણ પંચે દરજી દ્વારા સમયસર બ્લાઉઝ સીવવામાં નિષ્ફળતાને કારણે થયેલા નુકસાનને સ્વીકાર્યું અને કહ્યું કે આનાથી મહિલાને માનસિક તકલીફ પણ થઈ. કોર્ટે દરજીને 4,395 રૂપિયાનું એડવાન્સ અને તેના પર 7% વ્યાજ પરત કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કેસના સમગ્ર ખર્ચ સહિત 7,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. દરજી કોર્ટમાં હાજર ના થતાં કોર્ટે મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો.





