લો બોલો! ગુજરાતમાં દારૂબંધી છે છતા આ જિલ્લાના કલેક્ટરે કરી દીધો વિચિત્ર આદેશ

Tapi Collector Declare Dry Day: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખતા તાપી જિલ્લાના કલેક્ટરે 20 નવેમ્બરના રોજ વોટિંગના દિવસે 48 કલાક સુધી ડ્રાઈ ડેન ઘોષણા કરી છે.

Written by Rakesh Parmar
November 08, 2024 15:19 IST
લો બોલો! ગુજરાતમાં દારૂબંધી છે છતા આ જિલ્લાના કલેક્ટરે કરી દીધો વિચિત્ર આદેશ
ગુજરાતમાં અન્ય રાજ્યોની માફક દારૂની દુકાનો નથી તો પછી આવો આદેશ કરવાની જરૂર શા માટે પડી? (તસવીર: સોશિયલ મીડિયા)

Tapi Collector Declare Dry Day: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ છે. કાયદા અંતર્ગત રાજ્યાં ક્યાંય પણ દારૂનું વેચાણ કરવું અને સેવન કરવા પર પ્રતિબંધ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખતા તાપી જિલ્લાના કલેક્ટરે 20 નવેમ્બરના રોજ વોટિંગના દિવસે 48 કલાક સુધી ડ્રાઈ ડેન ઘોષણા કરી છે. તાપી જિલ્લા કલેક્ટરનો આદેશ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં જ દારૂબંધીવાળા સ્ટેટમાં ઘણા લોકો કલેક્ટરના ફેંસલા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

તાપીના જિલ્લા કલેક્ટર આરઆર બૌરડે એ પોતાના આદેશમાં લખ્યું કે જિલ્લાની પાસે આવેલા મહારાષ્ટ્રમાં નિષ્પક્ષ મતદાન થાય, કાયદો વ્યવસ્થા બની રહે માટે મતદાન સમયે જિલ્લામાં દારુ અથવા તેના જેવા અન્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાનાર મતદાન એટલે કે 20 નવેમ્બરથી વોટોની ગણતરી એટલે 23 નવેમ્બરના દિવસે પ્રદેશમાં ડ્રાઈ ડે રહેશે અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર પર કાયદાકીય કાર્યવાહી થશે.

આ પણ વાંચો: ભારતના સૌથી મોટા દાનવીર કોણ છે, જેણે ₹ 2153 કરોડ દાન કર્યું, અંબાણી અદાણી કરતા 5 ગણું ડોનેશન આપ્યું

આદેશ પર ઉઠ્યા સવાલ

આ આદેશ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, ગુજરાતમાં અન્ય રાજ્યોની માફક દારૂની દુકાનો નથી તો પછી આવો આદેશ કરવાની જરૂર શા માટે પડી? રાજ્યમાં દારૂબંધી ત્યારથી છે જ્યારથી આ રાજ્ય બન્યું છે. આવામાં તાપી જિલ્લાના કલેક્ટરને અલગથી ડ્રાઈ ડેની જાહેરાત કરવાની શું જરૂરીયાત પડી?

1960થી ગુજરાતમાં દારૂબંધી

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 1 મે 1960થી જ દારૂબંધી છે. જ્યારે બોમ્બેને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વહેંચવામાં આવ્યું. ત્યારથી ત્યાં દારુ પર પ્રતિબંધ છે. ગુજરાતને ડ્રાઈ સ્ટેટ માનવામાં આવે છે. અહીં દારૂને લઈ કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. અહીં દારુ બનાવવા, વેચાણ કરવા, સ્ટોર કરવા અને પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે રાજ્ય સરકારે થોડા સમય પહેલા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો અંતર્ગત દારુ પીવાની પરમિશન આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ