Thirty first : થર્ટીફસ્ટ ઉજવણી, અમદાવાદમાં સી.જી. રોડ અને એસ.જી. હાઈવેનો આ માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ

Thirty first : થર્ટિફસ્ટ ડિસેમ્બરે (31 December) ટ્રાફિક વ્યવસ્થા જાણવવા માટે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સીજી રોડ (CG Road) અને એસજી હાઈવે (SG Highway) સિંધુ ભવન રોડ (Sindhubhavan Road) કોટલાક સમય માટે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ લગાવ્યો છે.

Thirty first : થર્ટિફસ્ટ ડિસેમ્બરે (31 December) ટ્રાફિક વ્યવસ્થા જાણવવા માટે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સીજી રોડ (CG Road) અને એસજી હાઈવે (SG Highway) સિંધુ ભવન રોડ (Sindhubhavan Road) કોટલાક સમય માટે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ લગાવ્યો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

સીજી રોડ અને સિંધુ ભવન રોડ વાહનોની અવર-જવર માટે બંધ

New Year 2023 : થર્ટીફસ્ટ ડિસેમ્બરે અમદાવાદમાં સીજી રોડ અને એસજી હાઈવે પર સિંધુ ભવન રોડ પર લોકો નવા વર્ષને આવકારવા ઉજવણી કરવા મોટી સંખ્યામાં ભેગા થાય છે. જેને પગલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થા માટે સીજી.રોડ અને એસજી હાઈવે સિંધુ ભવન રોડ વાહનોની અવર-જવર અને પાર્કિંગ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisment

આજે થર્ટીફસ્ટ એટલે 2022ની વિદાય અને 2023ને વેલકમ. આજના દિવસે લોકો 2023ને આવકારવા ઉજવણી કરતા હોય છે. તેમાં પણ અમદાવાદના સીજી રોડ અને એસજી હાઈવે પર સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અહીં રાત્રે પુરો રોડ રોશનીથી ઝળહળી ઉઠે છે, અને રાત્રે 12 વાગે નવા વર્ષના વેલકમની ઉજવણી કરવામાં આવે છે. જેને પગલે અમદાવાદ પોલીસ કમિશ્નરે આ બંને જગ્યાઓના માર્ગને રાત્રે વાહનોની અવર-જવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીજી રોડ કેટલા વાગ્યાથી બંધ થશે અને ક્યારે ખુલશે

પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર, સીજી રોડ સાંજે 6 વાગ્યાથી જ વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવશે. પંચવટી સર્કલથી લઈ સ્ટેડિમ પાંચ રસ્તા સુધીનો માર્ગ સાંજે 31 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી સવારના 3 વાગ્યા સુધી વાહનોની અવર જવર કે પાર્કિંગ આ રોડ પર થઈ શકશે નહીં.

સીજી રોડ પર વૈકલ્પિક માર્ગ

જાહેરનામા અનુસાર, ગિરીશ કોલ્ડડ્રિંકથી મીઠાખળી સીજી રોડ પર જવાનો માર્ગ, તો આ બાજુ સમર્થેશ્વર મહાદેવથી ગુલબાઈ ટેકરા બાજુ રોડ ક્રોસ કરીને જઈ શકાશે.

Advertisment

એસજી હાઈવે સિંધુ ભવન રોડ કેટલા વાગ્યાથી બંધ થશે અને ક્યારે ખુલશે

31 ડિસેમ્બરની ઉજવણી કરવા લોકો મોટી સંખ્યામાં એસજી હાઈવે પર પણ ઉમટી પડે છે, તેમાં પણ સિંધુ ભવન રોડ પર લોકોની ભીડ ઉમટી પડે છે. જેને પગલે રાતે 8 વાગ્યાથી એસજી હાઇવેના પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી સર્વિસ રોડ પર વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

નહેરૂનગરથી ઈસ્કોન સુધી લક્ઝરી પાર્ક નહીં કરી શકાય

અમદાવાદ પોલીસ અનુસાર, ટ્રાફિકની વ્યવસ્થા સચવાય તે માટે નેહરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન સર્કલ સુધી પણ ખાનગી લક્ઝરી બસ પાર્ક કરી શકાશે નહીં. 31 ડિસેમ્બરના રોજ અહીં પમ લોકો મોટી સંખ્યામાં પાર્કિંગ કરતા હોય છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - New Year 2023 પહેલા મોદી સરકારે આપ્યા સારા સમાચાર, આવતા વર્ષે પણ 81 કરોડ લોકોને મળતી રહેશે આ વિશેષ સુવિધા

આજે મોટા માલવાહક અને પેસેન્જર વાહનો માટે શહેરમાં પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે, સવારના 8 વાગ્યાથી જ શહેરમાં મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને એસજી હાઈવે અને આશ્રમ રોડ પર આ મામલે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગુડબાય 2022 અમદાવાદ