રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે વહેલી સવારે એક નાનો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ બે જૂથો વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. બંને પક્ષોએ છરી, ખંજર અને લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.
ચાકુ, ખંજર અને લાકડીઓથી હુમલો
સહાયક પોલીસ કમિશનર બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે માલવિયા નગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના આંબેડકર નગર વિસ્તારમાં રાત્રે 12:30 વાગ્યાની આસપાસ આ અથડામણ થઈ હતી. એક મોટરસાઇકલ બીજા વાહન સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું હતું કે, “અકસ્માત પછી બંને જૂથોએ છરીઓ, ખંજર અને લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો હતો.” અધિકારીએ જણાવ્યું હતું કે બે ભાઈઓ સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.
પોલીસ તપાસ શરૂ
સહાયક પોલીસ કમિશનર બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ અરુણ બારોટ અને તેના ભાઈઓ સુરેશ અને વિજય પરમાર તરીકે થઈ છે, જે બધા હરીફ જૂથોના છે. પોલીસે અથડામણમાં સામેલ લોકોની ઓળખ કરવા માટે વિસ્તારના રહેવાસીઓની પૂછપરછ શરૂ કરી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં મજૂર પર ક્રૂર હુમલો! દુકાનદારે ઉકળતું તેલ ફેંક્યું, ગંભીર રીતે દાઝી ગયો
અમદાવાદમાં યુવકની હત્યા
અન્ય એક ઘટનામાં અમરાઈવાડી વિસ્તારમાં બની હતી. જ્યાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. ઘરમાં પત્નીને પરપુરૂષ સાથે જોઈ જતા વિનોદ મલ્હા નામના શખસે છરીના બે ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.