Today Weather Updates: ગુજરાતમાં કડકડતી ઠંડી શરુ, હજી પણ પડશે હાડ થીજવતી ઠંડી, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

આજે 22 ડિસેમ્બરના રોજ પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. જ્યારે અનેક રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી શકે છે.

આજે 22 ડિસેમ્બરના રોજ પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. જ્યારે અનેક રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Winter | IMD forecast | Google news

ગુજરાતમાં ઠંડી

Gujarat Weather updates, IMD winter forecast, Aaj Nu Havaman : ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો જામતો જાય છે. કડકડતી ઠંડી ધીમે ધીમે પડવાનું શરું થયું છે. વહેલી સવારે એકદમ ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે હજી પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બીજી તરફ આજે 22 ડિસેમ્બરના રોજ પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. જ્યારે અનેક રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી શકે છે. ગુજરાતમાં ઠંડી અંગે વાત કરીએ તો 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડ શહેર રહ્યું હતું.

Advertisment

ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર, ડિસામાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ત્યારે ગુરુવારે નોંધાયેલી ઠંડી પ્રમાણે નલિયાનું 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.7, ડિસામાં 14.2 ડિગ્રી જ્યારે ઓખામાં સૌથી વધારે 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ ગુરુવારે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રીથી લઈને 21.8 ડિગ્રી સુધી રહ્યું હતું.

ગુજરતામાં ગુરુવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ26.416.7
ડીસા28.814.2
ગાંધીનગર26.515.5
વલ્લભ વિદ્યાનગર26.815.5
વડોદરા28.616.2
સુરત28.221.5
વલસાડ--
દમણ31.221.0
ભુજ29.214.5
નલિયા29.011.4
કંડલા પોર્ટ28.017.0
કંડલા એરપોર્ટ28.314.4
ભાવનગર25.917.4
દ્વારકા27.618.4
ઓખા27.121.8
પોરબંદર31.217.3
રાજકોટ31.014.6
વેરાવળ28.218.5
દીવ28.518.2
સુરેન્દ્રનગર28.815.2
મહુવા28.817.1

આજથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે અને 23 ડિસેમ્બરે ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય અને નાગાલેન્ડના અલગ-અલગ ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 22 ડિસેમ્બરઃ રાષ્ટ્રીય ગણિત દિવસ કોની યાદીમાં ઉજવાય છે? શીખ ધર્મના છેલ્લા ગુરુ કોણ હતા?

પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ રહેશે

હવામાન વિભાગ પ્રમાણે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 22 ડિસેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. જો આવું થાય તો, પર્વતોમાં તાજી હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી અને તે પછી 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત