/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Whale-Fish-Vomit.jpg)
એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના આંતરડામાં બનેલો મીણ વાળો પદાર્થ છે. P.C- Peter Kaminski/Wikimedia Commons
Whale Fish Vomit: ભાવનગર જિલ્લાના મહુવામાં ગેરકાયદે રીતે વ્હેલ માછલીની ઉલટીનો વેપાર કરતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને સાથે રાખીને રેડ કરી હતી, જેમાં 12 કરોડનો મુદ્દામામાલ ઝડપી લઈને બે શખ્સોની ધરપરકડ કરવામાં આવી છે.
મહુવા પોલીસને મળેલી બાતમી આધારે મહુવા શહેરના ભવાનીનગરમાં આવેલ શ્રી ચામુંડા ડાયવર્કસ નામના કારખાનામાં રેડ કરી હતી, જ્યાં વ્હેલ માછલીની ઉલ્ટી (Ambergris) નામનો મુલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ રીતે વેંચાણ કરવા રાખ્યો હતો. બાતમી મુજબ મહુવા પોલીસ ટીમ તથા FSL ટીમ તથા રેંજ ફોરેસ્ટ ટીમને સાથે રાખી રેઈડ કરતા વ્હેલ માછલીની ઉલટી (Ambergris) વજન- 12.030 Kg, મોબાઈલ સહીત કુલ 12 કરોડના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વ્હેલ માછલીની ઉલ્ટી (Ambergris) નો શું ઉપયોગ થાય છે?
એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના આંતરડામાં બનેલો મીણ વાળો પદાર્થ છે. અને તે અત્તર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્યંત મુલ્યવાન પદાર્થ છે. જે વ્હેલ માછલીની બોડીમાંથી મળી આવે છે. તથા ઘણી વખત સમુદ્રમાં તરતું જોવા મળે છે. વૈશ્વિક બજારમાં તેની ખુબજ ઉચી કિંમત આવતા તરતુ સોનુ કે સમુદ્રનો ખજાનો કહેવામાં આવે છે.
વ્હેલની ઉલટી કેમ કરોડોમાં વેચાય છે?
વેલ, અન્ય જીવોની જેમ વ્હેલની ઉલટીમાં પણ દુર્ગંધ આવે છે. જો કે તેનો ઉપયોગ ઘણા સુગંધિત પરફ્યુમ બનાવવા માટે થાય છે. નિષ્ણાતોના મતે એમ્બરગ્રીસના કારણે પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ જ કારણ છે કે પરફ્યુમ બનાવતી મોટી કંપનીઓ તેને મોંઘા ભાવે ખરીદે છે. પરફ્યુમ ઉદ્યોગમાં શુદ્ધ સફેદ વ્હેલ ઉલ્ટીની વિવિધતા સૌથી વધુ માંગમાં છે.
આ પણ વાંચો: 6000 કરોડના કૌભાંડનો ‘માસ્ટર માઈન્ડ’ ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી, અભ્યાસથી લઈ સંપત્તિની તમામ માહિતી
આ સિવાય એમ્બરગ્રીસનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓથી રાહત મેળવવા માટે પણ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. એમ્બરગ્રીસનો ઉપયોગ જાતીય સમસ્યાઓની સારવારમાં પણ થાય છે. આ કારણે વૈજ્ઞાનિકો વ્હેલની ઉલટીને તરતું સોનું કહે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 16મી સદીમાં બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીયને વ્હેલની ઉલ્ટી સાથે ઈંડા ખાવાનો ખૂબ જ શોખ હતો. ત્યાં જ 18મી સદીમાં યુરોપમાં ટર્કિશ કોફી અને ચોકલેટના સ્વાદને વધારવા માટે વ્હેલની ઉલટીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
ઇજિપ્તમાં વ્હેલની ઉલટીનો ઉપયોગ હજુ પણ સિગારેટને સ્વાદ આપવા માટે થાય છે. બ્લેક પ્લેગ રોગચાળા દરમિયાન, કેટલાક યુરોપિયનો માનતા હતા કે વ્હેલની ઉલટીનો ટુકડો તેમની સાથે લઈ જવાથી તેઓ પ્લેગથી બચાવી શકે છે.
જો કે, તમને જણાવી દઈએ કે ભારતમાં વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 હેઠળ વ્હેલની ઉલટી રાખવા કે વેચવા પર પ્રતિબંધ છે. સ્પર્મ વ્હેલની ઘટતી જતી વસ્તીને કારણે તે ભારતમાં એક સંરક્ષિત પ્રજાતિ છે. આવી સ્થિતિમાં ભારતમાં વ્હેલની ઉલટી સહિત સ્પર્મ વ્હેલની કોઈપણ બાય-પ્રોડક્ટ રાખવા અથવા તેના વેપાર પર પ્રતિબંધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us