અમદાવાદ-સુરતમાં બાઈકની રફ્તારે લીધો બે યુવકોનો જીવ, એકનું માથું શરીરથી અલગ તો બીજાનો હાથ બોડીથી છૂટો પડી ગયો

Road Accident in Gujarat: ગુજરાતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોના મોત નિપજ્યા છે. જેમાં પ્રથમ ઘટના સુરતની છે તો બીજી ઘટના અમદાવાદની છે. આ બંને ઘટનાઓમાં બાઈકની રફ્તાર મોતનું કારણ બની છે.

Written by Rakesh Parmar
Ahmedabad December 03, 2025 20:15 IST
અમદાવાદ-સુરતમાં બાઈકની રફ્તારે લીધો બે યુવકોનો જીવ, એકનું માથું શરીરથી અલગ તો બીજાનો હાથ બોડીથી છૂટો પડી ગયો
ગુજરાતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોના મોત નિપજ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોના મોત નિપજ્યા છે. જેમાં પ્રથમ ઘટના સુરતની છે તો બીજી ઘટના અમદાવાદની છે. આ બંને ઘટનાઓમાં બાઈકની રફ્તાર મોતનું કારણ બની છે. સુરતમાં એક યુવક માટે તેની લૈલા નામની કેટીએમ બાઈક મોતનું કારણ બન્યું હતું તો અમદાવાદની ઘટનામાં BMW બાઈક લઈને પૂરઝડપે જતો ઇન્ટીરિયર-ડિઝાઇનર યુવક રેલિંગ સાથે ટકરાયો હતો. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો અને સ્થળે જ તેનું મોત થયું હતું.

સુરતમાં 18 વર્ષના બ્લોગરનું મોત

સુરતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું ભયાનક અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયું. તે પોતાની KTM ડ્યુક મોટરસાઇકલ ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો હતો ત્યારે બાઇકે કાબુ ગુમાવ્યો અને તે અકસ્માતનો ભોગ બન્યો. ટક્કર એટલી ગંભીર હતી કે તેનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું, જેના પરિણામે તેનું મૃત્યુ થયું. બ્લોગર માત્ર 18 વર્ષનો હતો.

માથું શરીરથી અલગ થઈ ગયું

CCTV ફૂટેજમાં પ્રિન્સ ખૂબ જ ઝડપથી પોતાની બાઈક ચલાવી રહ્યો હતો. તેની બાઇક લગભગ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી. ગ્રેટ લાઇન બ્રિજ પરના મલ્ટી-લેવલ ફ્લાયઓવર પરથી નીચે ઉતરતી વખતે તેણે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો. આ ટક્કર એટલી ગંભીર હતી કે તેનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું હતું. પ્રારંભિક માહિતી દર્શાવે છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ના હતું.

KTM બાઇકનું નામ લૈલા રાખ્યું

એક વીડિયોમાં તેણે પોતાની બાઇકનું નામ ‘લૈલા’ પણ રાખ્યું. થોડા દિવસ પહેલા શેર કરેલા આ જ વીડિયોમાં તે કહે છે, “જ્યાં સુધી મજનુ જીવતો હતો, ત્યાં સુધી તેને આ દુનિયામાં લૈલા કરતાં વધુ સુંદર કોઈ મળ્યું નહીં. પરંતુ હવે તે એવી દુનિયામાં છે જ્યાં હુર અને પરીઓ પણ રહે છે. પરંતુ ત્યાં પણ તેને લૈલા કરતાં વધુ સુંદર કોઈ મળ્યું નહીં. તેથી જ તે હવે કહી રહ્યો છે, ‘અહીં પણ, તું હુરીઓ કરતાં વધુ હસ્યો, એટલે કે બંને દુનિયામાં તારા જેવું કોઈ નથી.”

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ ઠાર, 3 સૈનિકો શહીદ

અમદાવાદમાં BMW બાઇકચાલકનું મોત

બીજી ઘટના અમદાવાદની છે. અહીં GMDC ગ્રાઉન્ડ પાસેથી BMW બાઈક લઈને પૂરઝડપે જતો ઇન્ટીરિયર-ડિઝાઇનર યુવક રેલિંગ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો અને સ્થળે જ તેનું મોત થયું હતું. પોલીસની તપાસમાં આ અકસ્માત અગાઉના CCTV ફૂટેજ સામે આવ્યા, જેમાં મૃતક યુવક લાલ કલરના સ્વેટરમાં અંધજનમંડળ પાસે સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે BMW બાઇક ચલાવી જઈ રહ્યો છે. પાર્થની સાથે બે અન્ય વાહનચાલક પણ સિગ્નલ તોડતા જોવા મળ્યા. કદાચ પાર્થે ટ્રાફિક સિગ્નલ ના તોડ્યું હોત તો આગળ જતાં કદાચ અકસ્માત ટળી શક્યો હોત અને જીવ પણ બચી શક્યો હોત.

મોતની રફ્તાર

બાઇકનો જ્યારે અકસ્માત થયો ત્યારે 163ની સ્પીડમાં હોવાની શક્યતા છે. જોકે પોલીસ દ્વારા બાઈકની ચોક્કસ સ્પીડ જાણવા માટે BMW કંપની અને RTOની મદદ લેવામાં આવશે. અકસ્માત બાદ BMW બાઇક BRTS રેલિંગ સાથે અથડાઈ હતી, જે બાદ એ રસ્તાની ડાબી બાજુએ આવી ત્યારે બાઇકચાલક યુવક સ્પીડ સાથે ઝાડને અથડાયો હતો. યુવકનું હેલ્મેટ પણ નીકળી ગયું હતું અને બાઇક યુવકથી 80 મીટર એટલે કે 250 ફૂટ જેટલું દૂર સુધી જઈને પડ્યું હતું. આ અકસ્માતમાં પાર્થનો એક હાથ પણ બોડીથી છૂટો પડી ગયો હતો અને સ્થળે જ મોત નીપજ્યું હતુ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ