ગુજરાતના 7 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની ચેતવણી

કચ્છ જિલ્લા ઉપરાંત, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે.

કચ્છ જિલ્લા ઉપરાંત, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
heavy rain forecast in Ahmedabad, rain in Ahmedabad, rain with heavy winds

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવામાં આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. કચ્છ જિલ્લા ઉપરાંત, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કેટલાક સ્થળોએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.

Advertisment

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાનમાં આ ફેરફારને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારબાદ 11 થી 20 મે સુધી પવનની ગતિ વધુ રહેશે. 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. આમ આ વખતે ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચવાની ધારણા છે.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, કચ્છમાં કરા પડ્યા

આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે?

આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન એવું જ રહેશે. IMD ની આગાહી મુજબ, 5 મે થી 9 મે, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે વીજળી સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. જોકે આ પછી હવામાન બદલાઈ શકે છે.

,

Advertisment

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

આજે અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી જે બાદ ભારે પલવ સાથે વરસાદ વરસ્યો છે. ત્યાં જ ભારે પવનના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બીજી તરફ શહેરના એસજી હાઈવે અને એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલીનો સમનો કરવો પડ્યો છે.

કચ્છમાં કરા પડ્યા

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોરના સમયે કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભિરંડિયારા સહિત આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

ચોમાસું ગુજરાતી ન્યૂઝ વરસાદ અમદાવાદ ગુજરાત