scorecardresearch

Urban-20 meeting : અર્બન-20 મીટીંગ માટે આજથી અમદાવાદનો સિંધુ ભવન રોડ ટ્રાફિક માટે બંધ, વૈકલ્પિક માર્ગ શું રહેશે?

G-20 summit 2023 : અમદાવાદના સિંધુભવન રોડ (Sindhu Bhavan Road) ખાતે અર્બન-20 મીટીંગ (Urban-20 meeting) થશે, ભારતની G20 પ્રેસિડન્સી હેઠળની આ બેઠકને લઈ આજથી શનિવાર સુધી ટ્રાફિક માટે રોડ બંધ (close) રખાશે, તો જોઈએ વૈકલ્પિક માર્ગ કયો રહેશે.

Urban-20 meeting : અર્બન-20 મીટીંગ માટે આજથી અમદાવાદનો સિંધુ ભવન રોડ ટ્રાફિક માટે બંધ, વૈકલ્પિક માર્ગ શું રહેશે?
અર્બન-20 મીટીંગ અમદાવાદ – સિંધુ ભવન રોડ આજથી બંધ

G-20 summit 2023 : અમદાવાદની નવીનતમ હેંગઆઉટ સ્ટ્રીટ, સિંધુ ભવન રોડ (SBR), ભારતની G20 પ્રેસિડન્સી હેઠળ ગુરુવાર અને શુક્રવારે SBR પર તાજ સ્કાયલાઇન ખાતે યોજાનારી આગામી અર્બન 20 મીટિંગને ધ્યાનમાં રાખીને બુધવારથી શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ટોરફેન્સ્ટર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડથી તાજ સ્કાયલાઈન વચ્ચેનો રસ્તો 8 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. Torfenster Systems Pvt Ltd ની જમણી બાજુએ AUDA આંતરછેદ દ્વારા અને તેની ડાબી બાજુએ સર્વિસ રોડ દ્વારા વૈકલ્પિક માર્ગ વાહનની અવર-જવર મટે ખુલ્લો કરવામાં આવ્યો છે. સિંધુ ભવન રોડ તરફ ઓર્નેટ પાર્ક પાછળ ટોરફેન્સ્ટર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડની જમણી બાજુએ બીજો રસ્તો પણ ખુલ્લો છે.

પોલીસે વાહનોના પાર્કિંગ પર પણ આ રોડ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને કટોકટીની પરિસ્થિતિઓમાં વાહનો અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને મુક્તિ આપવામાં આવી છે. આ સૂચનાના આદેશોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ હુકમનો અનાદર) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પોલીસ કમિશનરે અમદાવાદ શહેરને “નો ડ્રોન ફ્લાય ઝોન” તરીકે પણ જાહેર કર્યું છે અને કોઈપણ રિમોટ કંટ્રોલ ડ્રોન, ક્વોડકોપ્ટર, સંચાલિત એરક્રાફ્ટ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, હેન્ડ કે પેરાગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પિંગ પર 8મી ફેબ્રુઆરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે.

સરકારના જણાવ્યા અનુસાર, 22 ભારતીય શહેરો સિવાય G20 દેશોના 59 શહેરોના પ્રતિનિધિઓ “તેમના સહકારને વધુ ગાઢ બનાવવા અને G20 ના એકંદર ઉદ્દેશ્યો સાથે સુસંગત હોય તેવા ઉકેલો સામૂહિક રીતે શોધવા” માટે બેઠકમાં ભાગ લેશે.

આ પણ વાંચોG20 સંદર્ભે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે કચ્છી સંસ્કૃતિ મુજબ ઉષ્માભર્યું સ્વાગત

તેમાં ઉમેર્યું હતું કે, U-20 G20 દેશોના શહેરોને “કલાઈમેટ ચેન્જ, સામાજિક સમાવેશ, ટકાઉ ગતિશીલતા, સસ્તા આવાસ સહિત શહેરી વિકાસના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની સુવિધા આપવા માટે” પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Web Title: Urban 20 meeting ahmedabad sindhu bhavan road g 20 delegates summit 2023 will attend

Best of Express