વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિ રોકવા પોલીસ સમગ્ર ગુજરાતમાં શરૂ કરાશે ઝુંબેશ

usurers harassment in gujarat : વ્યાજખોરો દ્વારા તતી હેરાનગતિ પર કાબુ મેળવવા ગુજરાત સરકાર (Gujarat Goverment) અને ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ખાસ અભિયાન (campaign) શરૂ કરાશે, લોક દરબાર (lok Darbar) નાગરીકોના પ્રશ્નો ઉકેલાશે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Written by Kiran Mehta
Updated : January 09, 2023 12:37 IST
વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિ રોકવા પોલીસ સમગ્ર ગુજરાતમાં શરૂ કરાશે ઝુંબેશ
ગુજરાત પોલીસ - પ્રતિકાત્મક તસવીર (Express photo by Nirmal Harindran)

વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના મુદ્દાને ઉકેલવાના પ્રયાસરૂપે, ગુજરાત સરકાર સોમવારથી રાજ્યવ્યાપી લોક દરબાર યોજશે, જેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હવાલે એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે, લોક દરબારમાં રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ વ્યાજખોરોથી પરેશાન નાગરિકોના પ્રશ્નો અને મુદ્દાઓ સાંભળશે.

“રાજ્ય સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. અમે નિષ્ઠાવાન પ્રયાસો કરીશું અને ગેરકાયદેસર વ્યાજ વસૂલનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લઈશું.

સુરત પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી ઝુંબેશ મોડલની સફળતાના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવા માટે વિશેષ યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.

પ્રકાશનમાં સંઘવીને હવાલે કહેવામાં આવ્યું છે કે, “છેલ્લા એક સપ્તાહમાં, રાજ્ય પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં આવા પૈસા ધીરનારાઓ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે… ગુજરાતના ઘણા પરિવારોને આના ત્રાસમાંથી મુક્ત થવાની તક પૂરી પાડવામાં આવી છે. હું આગામી એક સપ્તાહમાં આ ઝુંબેશનો કડક અમલ કરીશ.

આ પણ વાંચોJeera price Gujarat : ગુજરાતમાં જીરૂંનો ભાવ વધીને ક્વિન્ટલ દીઠ રૂ. 35 હજાર પહોંચ્યો, ખેડૂત અને વેપારીઓએ જણાવ્યું કારણ

પ્રેસમાં જણાવ્યું હતું કે, આ મુદ્દાને લગતી ફરિયાદો નોંધવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ગુજરાત પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદો નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરીકોને બદલે લોક દરબારનું આયોજન કરવું, જનતા પાસે જઈ ફરિયાદ કરવાની આવશ્યકતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ