વડોદરામાં ટ્રાફિક નિયમો તોડનારાની ખેર નહીં, 450 સરકારી કર્મચારીઓ પણ લપેટામાં આવ્યા

Vadodara News: વડોદરામાં હેલ્મેટ ન પહેરવા બદલ 450 સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરામાં છેલ્લા 15 દિવસમાં હેલ્મેટ ન પહેરવા બદલ 5 હજાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

Written by Rakesh Parmar
March 16, 2025 17:37 IST
વડોદરામાં ટ્રાફિક નિયમો તોડનારાની ખેર નહીં, 450 સરકારી કર્મચારીઓ પણ લપેટામાં આવ્યા
(તસવીર: TrafficVadodara/X)

વડોદરા શહેર હાલમાં તેના હિટ એન્ડ રન કેસને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન વડોદરાથી એક મોટા સમાચાર આવ્યા છે, જ્યાં હેલ્મેટ ન પહેરવા બદલ 450 સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરામાં છેલ્લા 15 દિવસમાં હેલ્મેટ ન પહેરવા બદલ 5 હજાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ હેલ્મેટ ઝુંબેશ દરમિયાન આ તમામ ચલણ જારી કરવામાં આવ્યા છે.

450 સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો

Vadodara News: તમને જણાવી દઈએ કે રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ, વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આમાં 15 દિવસમાં લગભગ 450 સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. આ સહિત ટ્રાફિક પોલીસે કુલ 5000 ડ્રાઇવરોને દંડ ફટકાર્યો હતો.

વડોદરામાં હેલ્મેટ ઝુંબેશ

રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે હાઈકોર્ટ વારંવાર સરકારને સૂચનાઓ આપી રહી છે. જોકે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કેટલીક જગ્યાએ સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. આખરે હાઇકોર્ટના હસ્તક્ષેપ અને રાજ્ય પોલીસ વડાના આદેશ પછી વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ફરી એકવાર હેલ્મેટ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસે સરકારી કચેરીઓ નજીક અને ચોકડીઓ પર હેલ્મેટ વિના વાહન ચલાવતા ટુ-વ્હીલર સવારો પર દંડ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ડ્રાઇવરોને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ખોટું લાગ્યું, ગુજરાતનું રાજકારણ ગરમાયું, આવતીકાલે નવા જુનીના એંધાણ

એક અઠવાડિયા સુધી ચાલશે ઝુંબેશ

આ અંગે ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી હેલ્મેટ ઝુંબેશ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5,000 થી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. લગભગ 450 સરકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. હવેથી વડોદરા શહેરના હાઇવે પર ટ્રાફિક શાખા દ્વારા નિયમિતપણે આવી કાર્યવાહી કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ