BF.7 Omicron Sub Variant: ગુજરાત માટે રાહતના સમાચાર, ઓમિક્રોનના BF.7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી

BF.7 Omicron Sub Variant: જુલાઇ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF.7 વેરિયન્ટથી સંક્રમિત થયેલ વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા

Written by Ashish Goyal
Updated : December 21, 2022 23:12 IST
BF.7 Omicron Sub Variant: ગુજરાત માટે રાહતના સમાચાર, ઓમિક્રોનના BF.7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી
(Express File Photo)

BF.7 Omicron Sub Variant: ચીનમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના કેસો વધવા પાછળ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BF.7ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ આ કારણે ચિંતા વધી હતી. જોકે રાજ્ય માટે રાહતની વાત એ છે કે ગુજરાતમાં કોરોના ઓમિક્રોનના BF.7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. આ વિશે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF.7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. BF.7 વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી. સાવચેતી જરૂરથી રાખીએ.

માહિતી પ્રમાણે અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દી કોવિડ પોઝિટિવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા.

આ સિવાય વડોદરાના 61 વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવતા દર્દીનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝિટિવ જણાઇ આવ્યો હતો.આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયા હતા. અન્ય એક દર્દી અમદાવાદના 57 વર્ષીય પુરુષ દર્દીને 11મી નવેમ્બરના રોજ કોવિડ પોઝિટિવ આવતા તેમનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતું. જે 20 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા.

આમ ઉપરના ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 વેરિયન્ટના રીપોર્ટ પણ પોઝિટિવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખીએ.

આ પણ વાંચો – ચીનમાં અચાનક કોરોનાના કેસોમાં વધારો, જાણો કેમ Zero-Covid Policy રહી નિષ્ફ્ળ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પી.એચ.સી., સી.એચ.સી., સિવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેંકની વ્યવસ્થાઓ, દવાના પર્યાપ્ત જથ્થા સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી.વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આરોગ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી.રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાત કોરોના સામે સુરક્ષિત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ